અમદાવાદમાં વેક્સિનેશન:અમદાવાદમાં શનિવારે 33 સગર્ભા સહિત 53782 લોકોને વેક્સિન અપાઈ, રવિવારે વેક્સિનેશન બંધ રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 31495 પુરુષ અને 22287 મહિલાઓએ વેક્સિન લીધી

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. શહેરમાં 33 સગર્ભા સહિત 53782 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેક્સિનેશન કેન્દ્રો જાહેર કર્યા છે. વેક્સિન હવે પૂરતા પ્રમાણમાં વધારતા એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. રવિવારે વેક્સિનેશન બંધ રહેશે.

60 વર્ષથી વધુ ઉંમરના 2712 લોકોએ વેક્સિન લીધી
આવતીકાલે રવિવારે વેક્સિનેશન બંધ રહે છે ત્યારે અમદાવાદ શહેરમાં આજે શનિવારે 53782 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 31495 પુરુષ અને 22287 મહિલાઓએ વેક્સિન લીધી હતી. 18થી 44 વય જૂથના 36004 અને 45 વર્ષ ઉપરના 12666 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના 2712 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી.

શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર સગર્ભાનું વેક્સિનેશન
નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશનની ભલામણ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સર્ગભા સ્ત્રીઓને સ્વૈચ્છિક મંજૂરીથી કોરોના વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર સગર્ભા સ્ત્રીઓને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે.

અત્યાર સુધી 647 સગર્ભાએ વેક્સિન લીધી
આજે 7 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના કુલ 7 ઝોનમાં માત્ર 33 સગર્ભા મહિલાઓને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનમાં 3, પૂર્વ ઝોનમાં 7, ઉત્તર ઝોનમાં 1, દક્ષિણ ઝોનમાં 10, પશ્ચિમ ઝોનમાં 1 દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 0 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11 મહિલાઓએ વેક્સિન લીધી હતી. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 647 સગર્ભા મહિલાઓએ વેક્સિન લીધી છે.