સગીર વાહનચાલક ડ્રાઈવ:પહેલા દિવસે 53 પકડાયા, 1 લાખનો દંડ વસૂલાયો; 2 સામે ફરિયાદ, 11 વાહન ડિટેઈન કરાયાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ટ્રાફિક પોલીસે સગીર વાહનચાલકો સામે ડ્રાઇવ કરી કાર્યવાહી હાથ ધરી હતી - Divya Bhaskar
અમદાવાદ ટ્રાફિક પોલીસે સગીર વાહનચાલકો સામે ડ્રાઇવ કરી કાર્યવાહી હાથ ધરી હતી

સ્કૂલ-કોલેજોમાં વાહન લઈને જતા સગીર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવમાં શનિવારે 53 કિશોર-કિશોરી પકડાતાં તેમની પાસેથી સ્થળ પરથી જ રૂ.1.2 લાખ દંડ વસૂલ કર્યો હતો, જ્યારે 2 ગુના દાખલ કર્યા હતા અને 11 વાહનો ડિટેઈન કર્યા હતા.

વાડજમાં માતા-પિતાની જાણ બહાર એક્ટિવા લઈને સ્કૂલે જવા નીકળેલા 15 વર્ષીય કિશોરનું સોસાયટીના ગેટ પાસે એએમટીએસની અડફેટે મોત નિપજવાની ઘટનાને ગંભીરતાથી લઈને ટ્રાફિક પોલીસે તા.18થી 24 ડિસેમ્બર સુધી એક અઠવાડિયા માટે સગીર વાહનચાલકો સામે ખાસ ડ્રાઈવ શરૂ કરી હતી. જેના ભાગરૂપે ટ્રાફિક પોલીસની 14 ટીમોએ ડ્રાઈવના પહેલા જ દિવસે જ 53 કિશોર-કિશોરીઓને પકડીને તેમની પાસેથી રૂ.1.02 લાખ દંડ વસૂલ્યો હતો, 2 કિસ્સામાં એન.સી.ફરિયાદ દાખલ કરી હતી અને 11 વાહનો ડિટેઈન કર્યા હતા.

ટ્રાફિક પોલીસે 18 ડિસેમ્બરથી ડ્રાઈવ શરૂ કરી તે દિવસે શનિવાર હોવાથી મોટાભાગની સ્કૂલ-કોલેજો બપોર સુધીમાં છૂટી ગઈ હતી, રવિવારે રજા હતી હવે 20મી ડિસેમ્બરે સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિક પોલીસની 14 ટીમો આરટીઓના અધિકારીઓને સાથે રાખીને શહેરની જુદી જુદી સ્કૂલોની બહાર ગોઠવાઈ જશે. આ ટીમો કેટલીક સ્કૂલ-કોલેજો શરૂ થવાના સમય પહેલાં તેની બહાર ગોઠવાઈ જશે અને સગીર વાહનચાલકોને પકડશે.

અન્ય સમાચારો પણ છે...