તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:AICTE દ્વારા વેબ ઑફ સાયન્સના ફ્રી એક્સેસ માટે 52 યુનિવર્સિટી અને કોલેજોની પસંદગી થઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી AICTE દ્વારા ઈ શોધ સિંધુ અંતર્ગત કાર્યરત ઈન્ફ્લિબનેટ દ્વારા એલ. ડી. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વેબ ઑફ સાયન્સનું એક્સેસ ફ્રીમાં કરી શકાય તે માટે મંજૂરી અપાઈ. જેથી એલ. ડી. કોલેજ ઑફ એન્જિનિયરિંગના 106 ફેકલ્ટી કે જેઓ પીએચ.ડી કરી રહ્યાં છે તથા અન્ય રિસર્ચર પણ આ વેબ ઑફ સાયન્સનું ફ્રી એક્સેસ મેળવી શકશે.

આ વેબ ઑફ સાયન્સના એક્સેસ દ્વારા રિસર્ચ પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પબ્લિશ થયેલા સંશોધન પત્રો, કોલેજનાં વિભાગો દ્વારા મેળવવામાં આવતી રિસર્ચ ગ્રાન્ટ, વિભાગોનું નેશનલ તથા ઈન્ટરનેશનલ કોલાબરેશન જેવા રિસર્ચના પાસાઓ તેમજ વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે કોલેજ દ્વારા થતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી AICTE દ્વારા એલ. ડી. કોલેજની પસંદગી કરાઈ છે.

હાલ દેશમાંથી AICTE દ્વારા 52 વિવિધ યુનિવર્સિટી અને કોલેજોની પસંદગી વેબ ઑફ સાયન્સનાં ફ્રી એક્સેસ માટે કરવામાં આવી છે. જેનાંથી ઈ-જર્નલનો એક્સેસ તથા વિવિધ રિસર્ચ એજન્સી દ્વારા રસર્ચ-ઈનોવેશન માટેનું ફંડિંગ, કોલેજનાં ફેકલ્ટી તેમજ વિદ્યાર્થીઓને લાભદાયી નીવડશે.

અન્ય સમાચારો પણ છે...