ધો.10 અને 12માં બોર્ડની પરીક્ષામાં 30 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી સ્કૂલોનું પરિણામ સુધારવા માટે શહેર ડીઇઓ દ્વારા કવાયત શરૂ કરાઇ છે. ગુરુવારે અમદાવાદ શહેરની ઓછા પરિણામ ધરાવતી સ્કૂલ સંચાલકોની મીટિંગ યોજાઇ હતી. જે મુજબ ઓછુ પરિણામ ધરાવતી શહેરની 52 સ્કૂલોને નજીકમાં સારંુ પરિણામ ધરાવતી સ્કૂલને દત્તક અપાઇ છે. દત્તક લેનારી સ્કૂલ નબળી સ્કૂલને માર્ગદર્શન અને સારા પરિણામ માટેની વ્યૂહરચના પુરી પાડશે. આ માટે વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન અપાશે.
અમદાવાદમાં છેલ્લા વર્ષોથી 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા ઓછી થાય તે પ્રકારના પ્રયત્નો કરાય છે. જેને લઇને શહેર ડીઇઓ દ્વારા સ્કૂલોને દત્તક આપવાની કાર્યવાહી શરૂ કરાઇ છે, જેથી સ્કૂલોનું પરિણામ સુધારી શકાય. આ સાથે જ ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો પાસેથી માહિતી અને પરિણામ સુધારણા માટેના સુચનો પણ મગાવાયા છે. આગામી સમયમાં યોજાનારી મીટિંગમાં તમામ સ્કૂલ સંચાલકોને બોલાવાશે અને પરિણામ સુધારણા માટે શું કાર્યવાહી કરી શકાય તેને લઇને ચર્ચા કરાશે.
ઓછા રિઝલ્ટ માટે સંચાલકોના મંતવ્યો
શિક્ષકોની અપુરતી સંખ્યા કોરોનાને કારણે પાયો કાચો વિદ્યાર્થીઓની ઓછી હાજરી વારંવાર ઘર બદલવાથી અભ્યાસ માટે પુરતો સમય અપાતો નથી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.