• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 52 Lakh Students Of Gujarat Deprived Of Mid day Meal, Central Government Allotted Foodgrains Till March 2021, But Gujarat Government Provided Foodgrains Till July 2020

એક્સક્લુઝિવ:ગુજરાતના 52 લાખ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનથી વંચિત, કેન્દ્ર સરકારે માર્ચ-2021 સુધીના અનાજની ફાળવણી કરી, પણ ગુજરાત સરકારે જુલાઈ-2020 સુધીનું જ અનાજ આપ્યું

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર: ગુજરાતમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ સુધી અનાજ સમયસર પહોંચતું ન હોવાથી પોષણ અભિયાન-2022 નિષ્ફળતા તરફ જતું હોવાની લોકોમાં ચર્ચા છે. - Divya Bhaskar
ફાઇલ તસવીર: ગુજરાતમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ સુધી અનાજ સમયસર પહોંચતું ન હોવાથી પોષણ અભિયાન-2022 નિષ્ફળતા તરફ જતું હોવાની લોકોમાં ચર્ચા છે.
  • વિદ્યાર્થીઓ રોજના 100થી 150 ગ્રામ અનાજ અને 4.97થી 7.45 રૂપિયા કુકિંગ કોસ્ટ લેવા છેલ્લા અઢી મહિનાથી શાળાના ધક્કા ખાય છે

સરકારી પ્રાથમિક શાળામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને પોષણક્ષમ ખોરાક મળે તે હેતુથી દેશમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ છે. ગુજરાતમાં આશરે 52 લાખ વિદ્યાર્થીઓ આ યોજનામાં નોંધાયેલા છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને અનાજ વિતરણ અને કુકિંગ કોસ્ટ (રાંધવા માટેનો અન્ય ખર્ચ) ચૂકવવા રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જોકે હકિકત એવી છે કે, છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીઓને અનાજનો એક પણ દાણો અથવા સહાયનો એક પણ રૂપિયો મળ્યો નથી. તેમજ અત્યાર સુધી જેટલી વખત અનાજ મળ્યું છે તેમાં પણ ભારોભાર અનિયમિતતા જોવા મળી છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને માર્ચ-2021 સુધીના અનાજનો જથ્થો ફાળવી દીધો છે.

મધ્યાહન ભોજન કાયદા 2015ની કલમ-9 મુજબ ધોરણ 1થી 5માં ભણતા વિદ્યાર્થીઓને રોજનું 100 ગ્રામ અને ધોરણ 6થી 8માં ભણતા વિદ્યાર્થીઓને રોજનું 150 ગ્રામ અનાજ આપવા કેન્દ્ર સરકારે નિર્દેશ કર્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 7-9-2020ના રોજ જાહેર કરેલા ઠરાવમાં 31-7-2020 સુધીના અનાજ વિતરણ અને કુકિંગ કોસ્ટની ફાળવણીનો ઓર્ડર કર્યો છે. જોકે અનાજ વિતરણ અને કુકિંગ કોસ્ટ અંગેના આ ઓર્ડરનો હજૂ અમલ થયો નથી.

કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓને રોજ રાંધેલો પૌષ્ટિક આહાર આપવાનું મુશ્કેલ હતું. વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર કોઈ અસર ન થાય અને રોગપ્રતિકારકશક્તિ જળવાઈ રહે એવા હેતુથી હોમ લર્નિંગ દરમિયાન ઘઉ અને ચોખા વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવાનો નિર્ણય કરાયો હતો. જોકે રાજ્ય સરકાર તેમાં નિષ્ફળ સાબીત થઈ હોવાનું ધ્યાને આવ્યું છે.

અત્યાર સુધી એક જ વખત અનાજ વિતરણ
અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાના તાબા હેઠળની કુલ 728 મ્યુનિસિપલ શાળાના કુલ 2,81,325 વિદ્યાર્થીઓને 16 માર્ચથી 7 જૂન સુધી જાહેર કરાયેલા કુલ ચાર તબક્કાના અનાજ વિતરણમાંથી એક પણ વખત અનાજ મળ્યુ નહોંતું. આ વિતરણ જુલાઈ મહિનાના અંતે કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં મળેલા આરટીઆઈના જવાબ મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના એક પણ વિદ્યાર્થીને છેલ્લા ચાર મહિનાથી અનાજ વિતરણ કરાયું નથી. તેમજ અનાજ વિતરણ અંગેની કોઈ વ્યવસ્થા કરી નહોંતી.

લૉકડાઉનમાં અનાજ વિતરણની અનિયમિતતાનો ઈતિહાસ

તબક્કોદિવસઅનાજથી વંચિત વિદ્યાર્થીઓકુકિંગ કોસ્ટથી વંચિત વિદ્યાર્થીઓ
16-3-2020થી 29-3-2011 દિવસ4,55,9181,88,723
30-3-2020થી 14-4-2010 દિવસ4,42,7522,16,505
15-4-2020થી 3-5-2015 દિવસ4,95,8832,26,836
4-5-2020થી 7-6-2034 દિવસ6,44,4713,14,537
8-6-2020થી 30-6-2020 દિવસ8,54,7847,01,765

(RTIમાં મળેલી માહિતી મુજબ)

રાજ્યનું પોષણ અભિયાન-2022 નિષ્ફળ
કેન્દ્ર સરકારની ‘સહી પોષણ-દેશ રોશન’ ના અભિયાન હેઠળ રાજ્ય સરકારે ગુજરાતમાં પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. તેનો ઉદ્દેશ 2022 સુધીમાં ભારતને કુપોષણમાંથી બહાર લાવવાનો છે, પરંતુ ગુજરાતમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ સુધી અનાજ સમયસર પહોંચતું ન હોવાથી અભિયાન નિષ્ફળતા તરફ જતું હોવાની લોકોમાં ચર્ચા છે.

મંજૂરી આવવાની બાકીઃ MDM, કમિશનર
મધ્યાહન ભોજન યોજનાના કમિશનર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, જુલાઈ મહિનાના અનાજની ફાળવણી કરી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરની મંજૂરી આવવાની બાકી છે. હુકમ થાય પછી અનાજ વિતરણ કરાશે. કેન્દ્ર સરકાર વાર્ષિક અંદાજ મુજબની રાજ્યોને અનાજની ફાળવણી કરે છે. દુધ સંજીવની યોજના અને અન્ન સંગમ યોજના સંલગ્ન ફાળવણી બાકી છે. સત્ર પતે પછી ફાળવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...