કોરોના ગુજરાત LIVE:​​​​​​​રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 668 નવા કેસ સામે 515 દર્દી ડિસ્ચાર્જ, એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 668 નવા કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદમાં જ 250થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 515 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 4 હજારને પાર પહોંચી ગયો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.79 ટકા થયો છે. જ્યારે સતત પાંચમા દિવસે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.

રાજ્યમાં 4046 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 37 હજાર 375ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 22 હજાર 381 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4046 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 4041 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 2 દર્દીના મોત
રાજ્યમાં 1લી જુલાઈએ વલસાડમાં 1 દર્દીનું મોત થયું હતું જ્યારે આજે 4 જુલાઈએ મહેસાણામાં 1 દર્દીનું મોત થયું છે. આ પહેલા 15 જૂને અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
કુલ આંક1217383424

રાજ્યમાં કુલ 1237375 કેસ અને 10948 દર્દીનાં મોત અને 1222381 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ3906783853873620
સુરત2070362042252080
વડોદરા141642140386921
રાજકોટ8496184061798
જામનગર4204641478520
ગાંધીનગર3578035296227
મહેસાણા3129430995195
ભાવનગર2958629038362
જૂનાગઢ2276122486272
કચ્છ1922519017146
બનાસકાંઠા1839018202166
ભરૂચ1746917246152
પાટણ1635916169129
આણંદ155781550353
ખેડા147431467855
પંચમહાલ135611347683
અમરેલી1296812849105
વલસાડ13,1971299291
નવસારી121541202541
સાબરકાંઠા1180511630163
દાહોદ113071125946
મોરબી108671071395
સુરેન્દ્રનગર101379981139
ગીર-સોમનાથ9766969467
મહીસાગર8871879575
નર્મદા6640662515
તાપી5820578030
અરવલ્લી57645,67381
દેવભૂમિ દ્વારકા5227511589
પોરબંદર4211417125
છોટાઉદેપુર3756371838
બોટાદ2359231048
ડાંગ1259124118
અન્ય રાજ્ય1621593
કુલ1237375122238110,948

અન્ય સમાચારો પણ છે...