માંગલિક કાર્ય:5 વર્ષ પછી 2022માં લગ્નનાં 51 શુભ મુહૂર્ત, જાન્યુઆરીમાં સૌથી વધુ 10, ફેબ્રુઆરીમાં 8, માર્ચમાં સૌથી ઓછા 3 મુહૂર્ત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 20 જાન્યુઆરીએ શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી મેરેજ હોલ, પાર્ટી પ્લોટમાં બુકિંગ ફૂલ

5 વર્ષ પછી 2022માં લગ્નના 51 શુભુ મુહૂર્ત છે. જાન્યુઆરીમાં જ સૌથી વધુ 10 મુહૂર્ત છે. વિશેષ કરીને 20 જાન્યુઆરીએ સૌથી વધુ લગ્ન લેવાશે. 2022ના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લગ્નનું એકપણ મુહૂર્ત નથી. કોરોનાને કારણે મોકૂફ રખાયેલા ચાલુ વર્ષના લગ્ન પણ 2022ના પ્રારંભમાં યોજાઈ શકે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં આવતા લગ્નના શુભ મુહૂર્ત માટે અત્યારથી જ પાર્ટી પ્લોટ અને મેરેજ હોલનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.

વર્ષ 2022નો વર્ષ-આંક 6 આવે છે, જેનો અધિપતિ શુક્ર છે. જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શુક્રને શાસ્ત્રમાં લગ્ન લગ્ન જીવન પ્રેમ અને સંતતિનો કારક ગ્રહ ગણવામાં આવે છે. જેથી તેની અનુકૂળતા મળે તેનું વૈવાહિક જીવન શરૂ થાય છે. આ મુજબ મુજબ જેમનો ભાગ્યાંક 2, 3, 9 તેવા લગ્ન ઈચ્છુક છોકરા અને છોકરીઓના લગ્ન માટે વર્ષ 2022 પ્રબળ યોગ કરે છે.

ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં એકપણ મુહૂર્ત નથી
જાન્યુઆરીઃ 15, 20, 21, 22, 23, 25, 26,27, 28,29
ફેબ્રુઆરીઃ 5, 6, 9, 10, 11, 16, 17, 19
માર્ચઃ 4 ,8 ,20
એપ્રિલઃ 14, 17, 21 અને 22
મેઃ 11 ,12, 18, 20 અને 25
જૂનઃ 10, 12, 15,16
જુલાઈઃ 3, 6, 8, 10, 11 અને 14
નવેમ્બરઃ 25 26 , 28 અને 29
ડિસેમ્બરઃ 1 , 2 , 4 , 7 , 8 , 9 અને 14 તારીખે શુભ મુહૂર્ત હશે

જાન્યુઆરીથી જુલાઈમાં 40 મુહૂર્ત
15 જાન્યુઆરી થી લગ્નની શરૂઆત થશે જેમાં આ વર્ષે ગણતરીના જ શ્રેષ્ઠ 51 લગ્નના મુહૂર્ત રહેશે. જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં 40 અને નવેમ્બર-ડિસેમ્બરમાં 11 લગ્નના મૂહુર્ત રહેશે. આ વર્ષે થોડા ઓછા કહી શકાય તે પ્રમાણે લગ્નના મુહૂર્ત છે.

અન્ય સમાચારો પણ છે...