તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્ટ ફોર ચેરિટી:51 આર્ટિસ્ટે દિવ્યાંગોને ચેરિટી કરવા માટે 105 ચિત્રોનો ‘આર્ટ ફોર ચેરિટી’ શો કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ICAC આર્ટ ગેલેરીમાં ‘ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ’ આર્ટ શો શરૂ થયો

51 ચિત્રકારોએ 105 જેટલા પેઈન્ટિંગ્સ તૈયાર કર્યા છે. તેમાંથી જે પણ કંઈ મળશે તેના 35 ટકા તેઓ દિવ્યાંગો માટે ચેરિટી કરશે. આ રીતે સાકાર થશે તેમનો ‘ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ’ મંત્ર. શહેરની આઈસીએસી આર્ટ ગેલેરીમાં ચેરિટી આર્ટ શોની શરૂઆત થઈ છે. લાયન્સ ઈન્ટરનેશનલના સહયોગથી ‘ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ’ પેઈન્ટિંગ ફોર ચેરિટી શોમાં આ આર્ટિસ્ટે વિવિધ મીડિયમ પર કામ કર્યું છે. 13 ફેબ્રુઆરી સુધી 11થી 1 અને 5થી 7 સુધી આ આર્ટ શો જોઈ શકાશે.

આર્ટ શો અંગે વાત કરતાં આર્ટિસ્ટ રાજેશ બારૈયાએ કહ્યું કે, ‘આર્ટ માત્ર પોતાની માટે જ નથી હોતી પણ તે સમાજના પરિપ્રેક્ષ્યમાં લેવાય ત્યારે તેનો ખરો અર્થ સાકાર થાય છે. આ શોમાં 51 જેટલા ચિત્રકારોએ નેચર, એબ્સ્ટ્રેક્ટ અને મોડર્ન આર્ટ પર ચિત્રો કર્યા છે. આ શોમાં જે ચિત્રો પણ જશે તેમાંથી 35 ટકા ચેરિટીમાં જશે અને આ રીતે આ આર્ટ ફોર ચેરિટીનું કામ થશે. આ શો દ્વારા દિવ્યાંગોના સ્મિતનું કારણ બનવાનું છે અને એટલે જ તેને ‘ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ’ ટાઈટલ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો