તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 5,000 Trees Cut Down In 5 Years On Metro bullet Train Route; Double Cut From A Naturally Fallen Tree In 1 Year For A Bullet Train Project

વિકાસથી વિનાશ તરફ:મેટ્રો-બુલેટ ટ્રેન રૂટ પર 5 વર્ષમાં 5 હજાર વૃક્ષ કપાયાં; 1 વર્ષમાં કુદરતી રીતે પડેલાં વૃક્ષથી બમણા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કપાયાં

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વિકાસમાં ક્યાંય વિનાશ પણ સમાયેલો હોય છે, જે ઉક્તિ જોઇએ તો શહેરમાં છેલ્લા 5 વર્ષમાં મેટ્રો અને બુલેટ ટ્રેન રૂટમાં આવતાં 5262 જેટલા વૃક્ષો કાપવાની મ્યુનિ. બગીચા ખાતા દ્વારા કપાયા છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

ક્યા વર્ષમાં કેટલા વૃક્ષો ઓછાં થયાં

વર્ષમેટ્રોમાં કપાયાબુલેટ પ્રોજેક્ટમાં કપાયાઆકસ્મિક પડ્યામંજુરીથી કપાયા
2016/173920505627
2017/18235177656736
2018/19250871711928
2019/2077428767614
2020/211528171060627
કુલ969429336993532

મંજૂરી વિના વૃક્ષ કપાય તો દંડ થઇ શકે છે

જો નાગરીકે પોતાની રીતે ઝાડ કાપી નાંખે તો તેની પાસેથી દંડ પેટે રૂ. 1000 તથા વહીવટી ચાર્જ પેટે 1000 વસુલવામાં આવે છે. તેની પાસેથી બોન્ડ લખાવવામાં આવે છે કે તે એકની સામે બીજા 10 વૃક્ષો વાવશે. જો મ્યુનિ.ને એવું લાગે કે આ નાગરીકે 10 વૃક્ષ વાવશે નહી તો પ્રતિ 1 વૃક્ષ 2500 લેખે તેની પાસેથી 10 વૃક્ષના 25000 વસુલી શકે છે. આમ મ્યુનિ. એક વૃક્ષ ગેરકાયદેસર કાપનાર પાસેથી રૂ. 27હજાર જેવી માતબર રકમ વસુલી શકે છે. સામાન્ય રીતે શહેરમાં જો કોઇ પણ વૃક્ષ કાપવું હોય તો તે માટે મંજુરી આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...