અમદાવાદ:કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રમજીવીઓને 5000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રમજીવીઓને ફૂડ પેકેટ્સ પહોંચાડવા મદદ કરવામાં આવી - Divya Bhaskar
શ્રમજીવીઓને ફૂડ પેકેટ્સ પહોંચાડવા મદદ કરવામાં આવી
  • જ્યાં સુધી જનજીવન સામાન્ય નહીં થાય ત્યાં સુધી ફૂડ પેકેટ્સ આપવામાં આવશે

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં તેમજ આપણા ભારત દેશમાં કોરોના વાઇરસની મહામારીને કારણે મોટી આફત આવી પડી છે. આ આફતનો સામનો કરવા માટે અમદાવાદના કાલુપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાંથી સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. નરનારાયણદેવ પીઠસ્થાન આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી કાલુપુર તરફથી સરકાર સાથે સંકલન કરી સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં યોગદાન સ્વરૂપે દરરોજે બપોરે તેમજ સાંજે 5000 ફૂડ પેકેટ્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી દરરોજ કમાવીને ખાતા શ્રમજીવી પરિવારોને પહોંચાડવામાં આવશે. જ્યાં સુધી જનજીવન સામાન્ય નહીં થાય ત્યાં સુધી શ્રમજીવીઓને દરરોજ ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...