તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસ શુક્રવારે ઉમેદવારોની યાદી સત્તાવાર જાહેર કરશે તેવી વાત બહાર આવ્યા પછી કાર્યકરો અને નેતાઓએ રાત્રે રાહ જોઇ પણ મોડી રાત સુધી યાદી બહાર આવી હતી નહીં. ધારાસભ્યો અને સંગઠનમાં કામ કરતા નેતાઓ-કાર્યકરો વચ્ચે એટલે અસંતોષ અને મતભેદ હતા કે કોંગ્રેસ યાદી બહાર પાડી શકી નહીં. છેવટે વિરોધ એટલો થયો કે ફોન કરીને ઉમેદવારોને જાણ કરી અને શુક્રવારે મોડી રાત્રે અંધારામાં મેન્ડેટ પહોંચાડવા માટે નેતાઓને દોડાવાયા હતા. જો કે, શનિવારે કાર્યકરોનો વિરોધ દિવસભર ચાલુ રહ્યો હતો. ધારાસભ્યો તેમના ટેકેદારોને ચૂંટણી લડાવવાની જીદ પકડતા મામલો ગુંચવાયો હતો.સ્થાનિક સંગઠન અને પ્રદેશ નેતાઓ કાર્યકર્તા અને પક્ષને વફાદાર રહીને કામ કરતા નેતાઓને ટિકિટ આપવા માગતા હોવાથી ધારાસભ્યો-સંગઠન વચ્ચે ટકરાવ થયો હતો. છેવટે ધારાસભ્યોની જ જીદ ચાલી હતી.
કોંગ્રેસે 2015માં જીતેલા 49માંથી 28ને રીપિટ કર્યા છે. જ્યારે 21ની ટિકિટ કાપી છે. 4 કોર્પોરેટરને પૂર્વની બેઠકને બદલે અન્ય બેઠક પર ટિકિટ ફાળવવામાં આવી છે. બે સિનિયર કોર્પોરેટરે નિવૃત્તિ લેતા તેમના સ્થાને તેમના બે પુત્રોને ટિકિટ ફાળવવામાં આવી છે. ચાંદખેડામાં રાજશ્રીબેન કેસરીને રિપીટ કરવામાં આવ્યા છે, તો મ્યુનિ. વિપક્ષના પુર્વ નેતા દિનેશ શર્માને પણ ચાંદખેડામાં બેઠક ફાળવવામાં આવી છે. સરદારનગરથી ઓમપ્રકાશ તિવારીને રિપીટ કરવામાં આવ્યા છે. સૈજપુર બોઘામાં ગોવિંદ પરમાર અને છાયાબેન સોનવાણી, શાહપુરમાં અબ્દુલ મજીદ શેખ, મોના પ્રજાપતિને રિપીટ કરાયા છે.
ટિકિટ નહીં મળતાં NSUIના હોદ્દાદારો લડી લેવાના મૂડમાં
અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં NSUIના હોદ્દાદારો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. અમદાવાદ જિલ્લાના 700 જેટલા હોદ્દાદારોએ રાજીનામા ધરી દીધા છે, NSUIના નેતાઓ એટલે સુધી રોષે ભરાયેલા છે કે, તેમણે આ સમગ્ર બાબતને લઈને કોંગ્રેસના આંતરીક વિખવાદને ઉજાગર કર્યો છે. તેમણે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કાર્યકરોનો આક્ષેપ છે કે, બંને ધારાસભ્યો કાર્યકરોને સતત દબાવી રહ્યા છે. તેમણે બળાપો કાઢતા કહ્યું કે, પોલીસની લાકડીઓ ખાવા માટે NSUIના કાર્યકરોને આગળ કરવામાં આવે છે, પરંતુ લાભ ખાટવામાં પોતે આગળ રહે છે.
એક MLA પર ટિકિટનો વહીવટ કર્યાનો આરોપ
એક યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ છેલ્લા 48 કલાકમાં એક્ટિવ થયા હતા. કોંગ્રેસે રામોલમાં એક ઉમેદવારને સીધો ફોન કરી દીધો હોવાની વાત ચર્ચામાં હતી. આ ઉપરાંત અસારવામાંથી આયાતી ઉમેદવારને પસંદ કરવામાં આવ્યો હોવાની વાત વહેતી થતાં કાર્યકરો પ્રદેશ કાર્યાલય દોડી ગયા હતા અને દેખાવો કર્યા હતા.
અસારવા વોર્ડમાં સ્થાનિક આગેવાનને ટિકિટ મળવી જોઈએ
ગઈકાલે અસારવાના સ્થાનિક લોકો કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા, પરંતુ તેમનો વિરોધ જોઈને કોંગ્રેસ ભવનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારે અસારવા વોર્ડમાં સ્થાનિક આગેવાનને ટિકિટ મળવી જોઈએ. જો કોંગ્રેસ સ્થાનિક આગેવાનને ટિકિટ આપશે તો અમે આખી પેનલ જિતાડીશું. અમારે કોઈ ભાડૂતી ઉમેદવારો નથી જોઈતા. કોંગ્રેસ અમારા સ્થાનિક મુકેશ જોશીને ટિકિટ આપે; અમે ખાતરી આપીએ છીએ કે આખી પેનલ જિતાડીશું. લોકોનો વિરોધ જોઈને કોંગ્રેસ ભવનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. લોકોએ રોડ પર જ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.
પોલીસ-બંદોબસ્તની સાથે 8 જેટલા બાઉન્સરો મૂકવામાં આવ્યા
જ્યારે કોઈ સભા કે નેતા આવવાના હોય કાર્યકરોની જરૂર પડે છે. ત્યારે આ જ કાર્યકરોને કોંગ્રેસ ભવનમાં આવતા રોકવામાં આવી રહ્યા છે. 8 જેટલા બાઉન્સરો મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના 10 વોર્ડના 38 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બાકીના ઉમેદવારો આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારોની જાહેરાત થાય એ પહેલાં જ કોંગ્રેસમાં વિરોધ શરૂ થયો છે. સ્થાનિક વ્યક્તિ અને નેતાને જ ટિકિટ આપવામા આવે એવી માગ લઈને આવે એવા વિરોધના તેમજ તોડફોડના ડરે કોંગ્રેસ દ્વારા બાઉન્સરો મૂકી દેવાતાં કોંગ્રેસના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.