તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SSCનું પરિણામ:અમદાવાદની 500થી વધુ સ્કૂલોએ ધો.10ના માર્ક્સ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કર્યા, 24 જૂને પરિણામ જાહેર થવાની શક્યતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરની 100 ટકા સ્કૂલોએ ઓનલાઈન માર્ક્સ અપલોડ કરી દીધા
  • છેલ્લા દિવસે 200 જેટલી સ્કૂલોએ માર્ક્સ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કર્યા

ધોરણ 10માં માસ પ્રમોશન મળતા બોર્ડ દ્વારા માર્કસ આપવા માટે પેટર્ન જાહેર કરવામાં આવી હતી. પેટર્ન પ્રમાણે સ્કૂલોએ પરિણામ તૈયાર કરીને માર્કસ ઓનલાઇન અપલોડ કરવાના હતા. બાદમાં બોર્ડ દ્વારા તમામ પરિણામનું નિરીક્ષણ કરીને ફાઈનલ માર્કશીટ બનાવવામાં આવશે અને મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

100 ટકા સ્કૂલોએ ઓનલાઈન માર્ક્સ અપલોડ કર્યા
ધોરણ 10માં માસ પ્રમોશન મળતા જે તે સ્કૂલને જ વિદ્યાર્થીઓના માર્કસ તૈયાર કરીને ઓનલાઇન અપલોડ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્કૂલો પર જિલ્લા શિક્ષણાધિકારીનું પણ નિરીક્ષણ હતું. 17 જૂન સુધીમાં તમામ સ્કૂલોમાં માર્કસ અપલોડ કરવામાં હતા. પરંતુ 16 જૂન સુધી 200 કરતા વધુ સ્કુલોએ ઓનલાઇન માર્કસ અપલોડ કર્યા નહોતા. બાદમાં અંતિમ દિવસે મોટા ભાગની સ્કૂલોએ માર્કસ અપલોડ કર્યા હતા. માત્ર 1-2 સ્કૂલોમાં કોઈ કારણથી માર્કસ અપલોડ કરવામાં બાકી હતા. જે અત્યાર સુધીમાં અપલોડ થઈ ગયા છે એટલે કે 100 ટકા સ્કૂલો માર્કસ અપલોડ કરી દીધા છે. હવે બોર્ડ દ્વારા આગળ કામગીરી કરીને સતાવાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ગુજરાત બોર્ડ દ્વારા ફાઈનલ પરિણામ તૈયાર કરાશે
મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરત સિંહ ગોહિલે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2 દિવસ અગાઉ સુધી અનેક સ્કૂલોએ પરિણામ અપલોડ કર્યા નહોતા. પરંતુ આજ દિન સુધીમાં અપલોડ થઈ ગયા છે. અમદાવાદની 500થી વધુ સ્કૂલો પરિણામ અપલોડ કર્યા છે. હવે ગુજરાત બોર્ડ દ્વારા તમામ ચકાસણી કરીને ફાઈનલ પરિણામ તૈયાર કરવામાં આવશે.

24 જૂને પરિણામ જાહેર થવાની સંભાવના
ધોરણ-10માં માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. એવામાં આગામી 24મી જૂનના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે. આ પરિણામ ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે તૈયાર કરવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલ્યાંકન ધો.9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ અપાશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.

ધો.10નું પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા શું છે?

વિગત

સમયગાળો

બોર્ડ દ્વારા જાહેર કરેલ પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓના પરિણાનું શાળાઓ દ્વારા આખરીકરણ

6થી 10 જૂન 2021

શાળા દ્વારા તૈયાર કરાયેલ પરિણામ બોર્ડની વેબસાઈડ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી

8થી 17 જૂન 2021

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત

24 જૂન 2021 (સંભાવના)

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પ્રમાણપત્રનું વિતરણ

જુલાઈના બીજા અઠવાડિયામાં

​​​​​​​સામયિક કે એકમ કસોટીમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થી પણ પાસ થશે
​​​​​​​​​​​​​​
મૂલ્યાંકન માટે પસંદ કરવામાં આવેલા ધારા-ધોરણો કોવિડ-19ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય તેવું પણ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખુટતા માર્કની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરવામાં આવશે. મૂલ્યાંકન માટેના નિયત કરેલા માપદંડોમાં કોઈ એક માપદંડમાં કે એખ કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય માર્ક દર્શવવાના રહેશે.

​​ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે​​​​

  • ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે
  • ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ
  • ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે
  • ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે
  • શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે

​​​​​​​​​​​​​​8.60 લાખ પાસ થશે અને 7 લાખ બેઠક હોવાથી પ્રવેશ સમસ્યા થશે
​​​​​​​​​​​​​​​​​​​​​
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.

રાજ્યમાં કુલ કેટલી શાળાઓ છે?

સરકારી1276
ગ્રાન્ટ ઇન એઇડ5325
સેલ્ફ ફાઇનાન્સ4331
અન્ય45
કુલ10,997