સોનાની દાણચોરી:કસ્ટમ ડ્યુટી ભર્યા વિના 500 ગ્રામ સોનું એરપોર્ટ બહાર લવાયું, બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુબઇથી અમદાવાદ સોનું લાવીને અમદવાદ એરપોર્ટ પર એરપોર્ટ કર્મચારીની મદદથી કસ્ટમ ડ્યુટી ભર્યા વિના સોનું બહાર લાવીને બજારમાં વેચાણ કરતા એરપોર્ટ કર્મચારી સહિત અન્ય એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ સોનું પણ જપ્ત કર્યું છે.

દોઢ મહિનાથી સોનું લાવતા હતા આરોપી
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બાપુનગરમાં રહેતા મહેશ વાવીયા અને અલ્પેશ ચાવડાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 500 ગ્રામ સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. મહેશ વાવીયાના પરિચિત વ્યક્તિઓ એરપોર્ટ પર દોઢ મહિનાથી સોનું લાવતા હતા. અલ્પેશ ચાવડા એરપોર્ટમાં નોકરી કરતો હોવાથી તેની મદદથી મહેશ સોનું ઍરપોર્ટ બહાર લઈ જતો હતો.

અલ્પેશ વાહન ચોરીના ગુનામાં પણ પકડાયો હતો
સોનું લાવ્યા બાદ બંને આરોપીઓ વેચવા જતા હતા. છેલ્લા દોઢ મહિનાથી આ રીતે કસ્ટમ ડ્યુટી ભર્યા વિના સોનું લાવીને વેચવામાં આવતું હતું. અલ્પેશ ચાવડા સરદારનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને અગાઉ કેટલી વખત અને કેટલું સોનું લાવીને વેચ્યુ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...