તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:ગુજરાતમાં મોત 500 પાર, અમદાવાદમાં 400 મોત

અમદાવાદ10 મહિનો પહેલાલેખક: ચિંતન આચાર્ય 
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રાજ્યમાં કોરોનાના 347 નવાં કેસ નોંધાયા
 • તમિલનાડુમાં નવા પોઝિટિવ કેસ વધી રહ્યાં છે, ગુજરાતમાં વધારો ધીમો પડ્યો

ગુજરાતમાં સોમવારે પાંચ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કુલ 20 નવા મૃત્યુ નોંધાયા હતા જેમાં 6 લોકોમાં મૃત્યુ માટે કોરોના જ પ્રાથમિક કારણ હતું, જ્યારે 14 લોકોને અન્ય ગંભીર બિમારી હતી અને કોરોના સંક્રમણ થયું હતું. આ સાથે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ મૃત્યુનો આંકડો 513 થયો છે, જે સમગ્ર દેશમાં મહારાષ્ટ્રના 868 કેસ પછી બીજા સ્થાને છે. ગુજરાત પછી સૌથી વધુ મૃત્યુ આંક મધ્યપ્રદેશમાં છે પણ તે ગુજરાત કરતાં ઘણો ઓછો 221 છે. હાલ હોસ્પિટલોમાં કે કોવિડ સેન્ટરમાં દાખલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા જોઈએ તો તે ગુજરાત કરતા તમિલનાડુમાં વધારે છે. હાલ ગુજરાતમાં 5249 એક્ટિવ દર્દી છે જેની સામે તામિલનાડુમાં 5898 છે.
મહારાષ્ટ્ર બાદ ગુજરાત દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટીવ
ગુજરાતમાં સોમવારે કોરોનાના નવા કેસ નોંધાવાનો આંકડો 300થી વધુ જ રહ્યો અને નવા 347 પોઝિટીવ દર્દીઓનો ઉમેરો થતા હવે આ આંકડો 8,541 પર પહોંચ્યો છે. વધારાનો આંકડો આમ ચિંતાજનક છે પરંતુ તેનું પ્રમાણ થોડું ઘટ્યું પણ છે. આંકડાઓને રાષ્ટ્રીય ફલક પર જોઇએ તો હાલ મહારાષ્ટ્ર બાદ ગુજરાત દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓ સાથે બીજા સ્થાને છે, પરંતુ શક્ય છે કે જો મંગળવારે પણ આ આંકડો ઓછો આવે તો ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને આવી જાય છે થોડી રાહત આપે તેવા સમાચાર બની રહેશે.
તામિલનાડુમાં સરેરાશ છસોથી સાતસો કેસ નવા દૈનિક નોંધાઇ રહ્યા છે
હાલ ગુજરાત તામિલનાડુ કરતાં માંડ પાંચસો કેસ વધુ ધરાવે છે, તામિલનાડુમાં કુલ 8002 કેસ નોંધાયા છે. છેલ્લાં ચાર પાંચ દિવસથી ગુજરાતમાં નવા કેસનો આંકડો ક્યાં ઘટી રહ્યો છે ક્યાં લગભગ સ્થિર છે, તેને સ્થાને હવે તામિલનાડુમાં સરેરાશ છસોથી સાતસો કેસ નવા દૈનિક નોંધાઇ રહ્યા છે. સોમવારે પણ તામિલનાડુમાં લગભગ 800ની નજીક નવા કેસ નોંધાયા હતા જે ગુજરાતના બમણાં કરતાં પણ વધુ હતાં. આમ જો ગુજરાતના નવા કેસની સંખ્યા નીચે જાય અને તામિલનાડુમાં આ ટ્રેન્ડ ચાલું રહે તો ગુજરાત બીજા સ્થાનેથી સરકીને મંગળવારે જ ત્રીજા સ્થાને આવી જાય.
ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓના ગ્રાફમાં સતત સુધારો નોંધાયો
સોમવારે ગુજરાતમાંથી વધુ 235 લોકોને ડિસ્ચાર્જ અપાયો અને આ સંખ્યા ગુજરાતમાં અત્યાર સુધીમાં 2780 લોકોએ પહોંચી છે જેઓ હોસ્પિટલમાં કે કોવિડ સેન્ટરોમાં સારવાર લઇ ચૂક્યા છે. આ વધારો કેન્દ્રની ડિસ્ચાર્જ પોલિસીમાં આવેલાં સુધારા બાદ ખૂબ વધ્યો છે. હવે આ આંકડો વધતો રહેશે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ દર્દીઓ 5,249 છે તે પૈકી 5218 લોકો સ્ટેબલ છે તથા 31 વેન્ટિલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો