તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 500 Bottles Of Champagne, 2,000 Bottles Of Single Malt Whiskey Sold For Thirtyfirst, 10 Percent More Champagne Bottles Sold Than Last Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદની 22 લિકર શોપમાં પરમિટધારકોનો ધસારો:થર્ટીફર્સ્ટ માટે શેમ્પેનની 500, સિંગલ માલ્ટ વ્હિસ્કીની 2 હજાર બોટલ વેચાઈ, ગયા વર્ષ કરતાં 10 ટકા વધારે શેમ્પેનની બોટલોનું વેચાણ થયું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં ઇમ્પોર્ટેડ વ્હિસ્કીમાં મિક્સ સ્કોચની જગ્યાએ સિંગલ મોલ્ટ વ્હિસ્કીનું વેચાણ વધ્યું. - Divya Bhaskar
અમદાવાદમાં ઇમ્પોર્ટેડ વ્હિસ્કીમાં મિક્સ સ્કોચની જગ્યાએ સિંગલ મોલ્ટ વ્હિસ્કીનું વેચાણ વધ્યું.
  • અમદાવાદમાં અંદાજિત સાત હજારથી વધુ પરમિટધારકોમાં શેમ્પેન
  • રમ, બ્રાન્ડી, વ્હિસ્કીની ડિમાન્ડ વધુ, બિયરના વેચાણમાં ઘટાડો નોંધાયો

ક્રિસમસ અને થર્ટીફર્સ્ટની ઉજવણી માટે માત્ર પાંચ જ દિવસમાં અમદાવાદની લિકર શોપ્સમાંથી 500 જેટલી શેમ્પેનની અને 2 હજાર સિંગલ માલ્ટ વ્હિસ્કીની બોટલોનું વેચાણ થયું છે. નવા વર્ષની ઉજવણીમાં અમદાવાદના પરમિટધારકો શેમ્પેન પાછળ રૂ. 10 હજાર સુધીનો ખર્ચ કરી રહ્યા છે.

અમદાવાદમાં અંદાજિત સાત હજારથી વધુ પરમિટધારકો છે. આ વખતે થર્ટીફર્સ્ટના સેલિબ્રેશન માટે પરમિટધારકો શહેરની કુલ 22 લિકર શોપમાંથી શેમ્પેન ઉપરાંત રમ, બ્રાન્ડી, વાઇન, વોડકા અને બિયર માટે નંગદીઠ હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે.

થર્ટીફર્સ્ટની ઉજવણી માટે અમદાવાદની લિકર શોપ્સમાંથી 500 જેટલી શેમ્પેનની બોટલની ખરીદી અત્યારસુધીમાં કરવામાં આવી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 10 ટકા વધારે શેમ્પેનની બોટલોનું વેચાણ થયું છે.

લિકર શોપમાંથી ખરીદી કરી રહેલા પરમિટધારકોમાં રમ, શેમ્પેન, બ્રાન્ડી, વ્હિસ્કીની ડિમાન્ડ વધુ છે. ઇમ્પોર્ટેડ વ્હિસ્કીમાં મિક્સ સ્કોચની જગ્યાએ સિંગલ માલ્ટ વ્હિસ્કીનું વેચાણ વધ્યું છે, જ્યારે ઠંડીમાં બિયરના વેચાણમાં ઘટાડો થયો છે. જોકે અમદાવાદમાં બિયર બોટલની જગ્યાએ ટિનનો ઉપાડ વધારે થાય છે. અત્યારસુધીમાં બિયરમાં 1200 ટિન વેચાયાં છે. ફ્રાન્સમાં બનતી સ્પાર્કલિંગ વાઇનની ડિમાન્ડ અમદાવાદમાં વધવાની સાથે ભાવમાં પણ વધારો થયો છે.

જોકે હાલમાં કોરોનાને કારણે લિકરના ઓલઓવર વેચાણમાં ગત વર્ષ કરતાં 30 ટકા ઘટાડો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સિનિયર સિટિઝન, એનઆરઆઈ અને ફોરેન ટૂરિસ્ટ આવતા ન હોવાથી તેમની 10 ટકા જેટલી ઘરાકી પણ તૂટી છે.

પરમિટધારકો શેમ્પેન કેવી રીતે ખોલવી, કેવી રીતે ઠંડી કરવી એવા પ્રશ્નો કરે છે?
નવા વર્ષની ઉજવણી માટે લિકર શોપમાં શેમ્પેનનું વેચાણ વધ્યું છે. જોકે કેટલાક પરમિટધારકો શેમ્પેન લેતી વખતે એ કેવી રીતે ખોલવી અને તેને કેવી રીતે ઠંડી કરવી એવા પ્રશ્નો પૂછે છે. આ અંગે એક્સપર્ટે જણાવ્યું હતું કે શેમ્પેનની બોટલ પર આપવામાં આવેલી ચેનને ધીરે ધીરે ખોલવાથી શેમ્પેન સેલિબ્રેશન માટે ફોગ સ્વરૂપે ઊછળીને બહાર આવે છે. જ્યારે શેમ્પેનના ઓરિજિનલ ટેસ્ટ માટે એને ફ્રિજની જગ્યાએ ડોલમાં બરફ સાથે મૂકીને ઠંડી કરવી જોઈએ.

રાજ્યમાં 54 હજાર પરમિટધારક છે
રાજ્યમાં 2012થી 2019ના 7 વર્ષમાં 4 લાખ લિટર દારૂની ખરીદી કરાઈ હતી. રાજ્યમાં સૌથી વધારે પરમિટધારકો સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ અને રાજકોટમાં છે. રાજ્યમાં ગત વર્ષે કુલ 54 હજારને પરમિટ અપાઈ હતી.

વાઇનની એક હજાર, રમની બે હજાર બોટલ વેચાઈ

લિકરવેચાણ નંગઅંદાજિત ભાવ
શેમ્પેન5007000થી 10000
સિંગલ માલ્ટ200010,000
વાઇન10001000થી 3000
રમ20001000થી 1200
બ્રાન્ડી5001000થી 1500
વોડકા5001500થી 3000
બિયર (ટિન)1200200થી 500
બર્બન2007,000થી 10,000
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો