સવલત:31 માર્ચ સુધી પાનકાર્ડ આધાર સાથે લિન્ક નહીં હોય તો 50 વ્યવહાર થઈ શકશે નહીં

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હાલ રૂ.1 હજાર પેનલ્ટી ભરીને બંને નંબર લિન્ક કરવાની સવલત મળે છે
  • સીબીડીટીના ખુલાસા મુજબ અપડેટ નહીં કરાયેલા પાનકાર્ડ રદ કરી દેવામાં આવશે

સીબીડીટીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, કોઇ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં નહીં આવે તો તે પાનકાર્ડને કેન્સલ કરી દેવામાં આવશે અને વ્યક્તિ 50 વ્યવહારો નહીં કરી શકે.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની મર્યાદા 31 જુલાઇ 2022 હતી. એ પછી રૂ.1 હજાર દંડ ભરી વિગતો લિન્ક કરવાની સુવિધા અપાઈ હતી. જો કે, આ સુવિધા પણ 31 માર્ચ પછી બંધ થશે. આ મુદત સુધીમાં પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિન્ક કરવામાં નહીં આવે તો પાન કાર્ડ સાથેના તમામ વ્યવહારો કરદાતા નહીં કરી શકે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ મુખ્યત્વે એનઆરઆઇ જે લોકો છેલ્લા બે વર્ષથી ભારતમાં આવી નથી શકયા અને પોતાનું આધારકાર્ડ અપડેટ કરીને લિન્ક નથી કરી શકયા તેવા નોન રેસિડન્ટ ઇન્ડિયનને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે. આમ એનઆરઆઇએ ચાર મહિનામાં ભારત આવીને આધાર કાર્ડ અપડેટ કરાવી પાનકાર્ડ સાથે અપડેટ કરાવું પડશે. આવી રીતે ઘણી બધી જગ્યાએ સિનિયર સિટીઝનોના અંગૂઠાની છાપ ન આવાના કારણે આધારકાર્ડ અપડેટ થતું નથી. આમ સીબીટીડીએ દરેક કરદાતાને આધારકાર્ડ અને પાનકાર્ડ અપડેટ કરવા અને લિન્ક કરવાની છેલ્લી તક આપી છે. જો નહીં કરવામાં આવે તો પાનકાર્ડ સાથેના 50 વ્યવહારો અટકી જશે.

મકાનનું ખરીદ-વેચાણ પણ નહીં થઈ શકે
રૂ. 50 હજાર ઉપરની રોકડનો ઉપાડ, રૂ. બે લાખથી વધારેની ફીકસ ડિપોઝિટ, વિદેશ પ્રવાસ, મકાનની ખરીદ-વેચાણ જેવા 50 વ્યવહારોમાં પાનકાર્ડની જરૂરિયાત ઊભી થાય છે. જો કરદાતા 31 માર્ચ 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક નહીં કરે તો ઘણા બધા કરદાતાઓ ઈન્કમટેક્સના રિફંડ અને વ્યવહારો અટકી જશે.

અન્ય સમાચારો પણ છે...