ભાસ્કર એનાલિસિસ:30 દિવસમાં 50% વરસાદ, 50 વર્ષમાં 7 વખત જુલાઇમાં 16 ઇંચથી વધુ વરસાદ તો આ વર્ષે 14 દિવસમાં જ 16 ઇંચ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
20 ડેમ છલોછલ, 24માં 80%થી વધુ પાણી - Divya Bhaskar
20 ડેમ છલોછલ, 24માં 80%થી વધુ પાણી
  • કચ્છમાં 98%, દક્ષિણમાં 65% પણ ઉત્તર ગુજરાતમાં 27% વરસાદ
  • જળાશયોમાં ગયા વર્ષના આ સમય કરતાં 28% વધુ પાણી

રાજ્યમાં સરેરાશ 50% વરસાદ થઇ ગયો છે. ચોમાસાની શરૂઆતના એક મહિનામાં જ સિઝનનો અડધો વરસાદ થયો છે. કચ્છમાં સરેરાશની સામે 98 ટકા વરસાદ થઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં 52 ટકા, દક્ષિણ ગુજરાતમાં 65 ટકા, મધ્ય ગુજરાતમાં 41 ટકા જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 28 ટકા થયો છે.

રાજ્યનાં 20 જળાશયો સંપૂર્ણ ભરેલા
આંકડાઓ પ્રમાણે, છેલ્લાં 50 વર્ષમાં 7 વખત જુલાઇ મહિનામાં 16 ઇંચથી વધુ વરસાદ થયો છે જેની સામે આ વર્ષે જુલાઇના 14 દિવસમાં જ 16 ઇંચ વરસાદ થઇ ગયો છે. ​​​​​​​રાજ્યનાં 20 જળાશયો સંપૂર્ણ ભરેલા છે. 8 જળાશયોમાં 95 ટકાથી વધારે જળસંગ્રહ છે. 16 જળાશયોમાં 80થી 95 ટકા સુધી પાણી છે.

સરદાર સરોવર યોજનામાં 48.53 ટકા પાણી
​​​​​​​
જોકે, હજુ 29 જળાશયોમાં 10 ટકા કરતાં પણ ઓછું પાણી છે. કુલ 148 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે. સરદાર સરોવર યોજનામાં 48.53 ટકા પાણી છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 118 મીટર પહોંચી છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં જળાશયોમાં સંગ્રહની સ્થિતિ હજી સારી નથી. વરસાદને કારણે નવા પાણીની આવકથી ફાયદો જોવા મળી રહ્યો છે.

છેલ્લાં 50 વર્ષમાં જુલાઇ મહિનાનો વરસાદ

વર્ષજુલાઇ
1976409
1988539
1994447
2003461
2006476
2013404
2017526
2022370

​​​​​​​(આંકડાઓ મિમીમાં, ભારતીય હવામાન ખાતાની રિસર્ચ વિંગ દ્વારા તૈયાર કરાયેલા 110 વર્ષ 1901-2010 ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી સીરિઝના આધારે)

જળાશયોમાં 50% નજીક

ઝોનજળસંગ્રહવરસાદ
ઉત્તર15.50%28%
મધ્ય35.48%41%
દક્ષિણ59.73%65%
કચ્છ66.32%98%
સૌરાષ્ટ્ર46.29%51%
કુલ48.63%51%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...