તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:આત્મનિર્ભર યોજના હેઠળ સાણંદ GIDCમાં 50% પ્લોટ ફાળવાયા નથી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કઠવાડા GIDCની સાથે શરૂ થઈ હોવા છતાં 140માંથી 70 અરજી ફગાવાઈ

દસ વર્ષ પહેલાં ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી કઠવાડા અને સાણંદ જીઆઇડીસીમાં ઘણી વિસંગતતા જોવા મળી છે. જેમ કે કઠવાડા જીઆઇડીસીમાં હાલમાં પ્રતિવાર ભાવ 25થી 30 હજાર રૂપિયા પહોંચ્યો છે અને સાણંદમાં તે 3.5 હજાર રૂપિયા છે. પ્રાથમિક તબક્કે ભાવ માત્ર રૂ.500 પ્રતિવાર હતો. હાલમાં કઠવાડામાં બધાં જ પ્લોટની ફાળવણી થઇ ચૂકી છે. જ્યારે સાણંદમાં 50 ટકાથી વધુ પ્લોટની ફાળવણી થઇ નથી.

તાજેતરમાં 140માંથી 70 અરજી ફગાવી દેવામાં અાવી હતી, બાકીની અરજીઓમાંથી માગેલી જગ્યા કરતા ઓછી જગ્યાની ફાળવણી કરી તેમને નિરાશ કરાયાં છે અને બાકીની અરજીઓમાં સહી ખોટી છે તેમ જણાવી રદ કરાઇ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારતની ઉચ્ચ અધિકારીઓ દ્વારા મજાક બનાવાય છે. ભારતમાં 30 ટકા જીડીપીનો હિસ્સો જે ઉદ્યોગો ધરાવે છે તેની મજાક માત્ર જીઆઇડીસી સાણંદમાં બનેલ હોય તેવી ઘટના સામે આવી છે. તદુપરાંત અધિકારીઓ દ્વારા 3 હજાર ચો.મીથી નીચેની અરજીમાં સરક્યુલર વિરુદ્ધ ઇન્ટરવ્યૂ લઈ મોટા ભાગની અરજીઓને રદ કરાઇ છે. આ અંગે અધિકારીઓ ઈ-મેલ અને ફોનનો પણ જવાબ આપતા નથી. ઉદ્યોગપતિઓની જીઆઇડીસીમાં કરેલ અરજી બાદ જાણવા મળ્યું છે કે તંત્ર દ્વારા 120 દિવસ થઇ જાય તો પણ ફાઈલો પેન્ડિંગ રહે છે. હાલમાં સાણંદ જીઆઇડીસીમાં 300 ફાઇલો પેન્ડિંગ છે. 3થી 4 મહિનાથી જેનો કોઈ જવાબ મળતો નથી તેમજ આવી તકલીફના કારણે એમએસએમઇ મજબૂર બન્યા છે.

અધિકારીઓ ગમે તે કારણસર અરજી રદ કરે છે
સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના પ્રમુખ અજિત શાહના જણાવ્યા અનુસાર ઉદ્યોગો ફરીથી ધમધમતા થાય અને નવા ઉદ્યોગોથી ઝડપથી કાર્યરત થાય તે માટે સરકારે આત્મનિર્ભર પોલિસી લોન્ચ કરી છે. તેનો લાભ લેવા સાણંદ જીઆઇડીસીમાંથી 140 અરજી કરાઇ હતી. અરજીઓ કરાયાના બે મહિના થઇ ગયા બાદ જુદા જુદા કારણોસર 70 અરજી જીઆઇડીસીના અધિકારીઓએ રિજેક્ટ કરી છે. આ પોલિસી અંતર્ગત અરજદારોએ અગામી માર્ચ 2022 સુધી પ્રોડક્શન શરૂ કરી દેવું જરૂરી છે. હાલમાં સાણંદ જીઆઇડીસીમાં 4500 યુનિટ આવેલા છે. જે લોકોને પજેશન બાકી છે તેઓને લાભ અપાતો ન હોય તેવા 1 હજાર યુનિટ આવેલાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો