અમદાવાદ:લોકડાઉનમાં 50 લોકો માતાજીની સ્થાપના કરવા મંદિરમાં ભેગા થયા,પાંચ લોકોની ધરપકડ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં ગુરુવારે જાહેરનામું ભંગ બદલ 20થી વધુ ફરિયાદ નોંધાઈ અને 40 લોકોની ધરપકડ કરાઈ

અમદાવાદ: કોરોના વાઇરસની ચેઈને તોડી તેને ફેલાતો રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. છતાં લોકો તેની ગંભીરતા ન સમજી ટોળામાં ભેગા થઈ તેને વધુ ફેલાય તેમાં સહભાગી થાય છે. નવરંગપુરા પ્રેસિડેન્ટ હોટલ રોડ પર મણિલાલના કુવા નજીક જોગણી માતાના મંદિરની સ્થાપના કરવા 50 માણસોનું ટોળું ભેગું થયું હતું. લોકડાઉનની વચ્ચે મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જાહેરનામાંના ભંગ બદલ 50 લોકો સામે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી હતી.

જાહેરનામું  ભંગ કરતાં ગુનો નોંધાય
નવરંગપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિજય પાર્ક સોસાયટીમાં મણિલાલના કુવા પાસે જોગણીમાતાના મંદિરમાં 50 લોકો ભેગા થયા હતા. પોલીસે પૂછતાં મંદિરનું રિનોવેશન કરાવ્યું હોવાથી માતાજીના સ્થાપના માટે ભેગા થયા હતા. Crpc 144નું જાહેરનામું હોવા છતાં ભેગા થતાં 50ના ટોળા સામે ગુનો નોંધી કનુ દેસાઈ, સંજય દેસાઈ, લાલા દેસાઈ, જીતુ દેસાઈ અને પરેશ દેસાઈની પોલીસે ધરપકડ કરી હતી.
ગુરૂવારે 20થી વધુ ફરિયાદ 40ની ધરપકડ
લોકડાઉન વચ્ચે પણ લોકો ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરે છે. અમદાવાદમાં ગુરુવારે જાહેરનામું ભંગ કરવા બદલ 20થી વધુ ફરિયાદ નોંધાઈ હતી અને 40 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ગઈકાલે ક્વોરેન્ટાઇન ભંગનો એકપણ ગુનો નોંધાયો ન હતો. જ્યારે સાબરમતી ડીકેબિન વિસ્તારમાં એક કાપડની દુકાન ખુલ્લી હોવાનો પોલીસ કંટ્રોલરૂમને મળતા સાબરમતી પોલીસે ત્યાં પહોંચી દુકાન બંધ કરાવી લવમેંચિંગ નામની દુકાનના માલિક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...