તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘અમે તો તૈયાર હતા, સરકાર તમે કાચા પડ્યા’:અમદાવાદના 80માંથી 50 સેન્ટર પર ટેક્નિકલ ખામીથી ભારે હોબાળો, ગોમતીપુરમાં પોલીસ બોલાવવી પડી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
18થી 44ની વયજૂથના લોકોને કોરોનાની રસીના પ્રથમ દિવસે તમામ 80 કેન્દ્રો પર લાંબી લાઈન લાગી હતી. ખાસ કરીને યુવા વર્ગે વેક્સિન લેવામાં ઉત્સાહ દર્શાવ્યો પણ છબરડાંને કારણે નક્કી કરેલા ટાર્ગેટના 17 ટકા લોકોને રસી મળી ન હતી. - Divya Bhaskar
18થી 44ની વયજૂથના લોકોને કોરોનાની રસીના પ્રથમ દિવસે તમામ 80 કેન્દ્રો પર લાંબી લાઈન લાગી હતી. ખાસ કરીને યુવા વર્ગે વેક્સિન લેવામાં ઉત્સાહ દર્શાવ્યો પણ છબરડાંને કારણે નક્કી કરેલા ટાર્ગેટના 17 ટકા લોકોને રસી મળી ન હતી.
  • તમામ કેન્દ્રો પર લાંબી લાઈનો, યુવાવર્ગમાં સૌથી વધુ ઉત્સાહ
  • છબરડાંને કારણે રજિસ્ટ્રેશન કરાવનારા 17 ટકાને રસી ના મળી

પહેલી મેથી સમગ્ર દેશમાં 18થી 44 વયજૂથના લોકોને કોરોના વેક્સિનનું અભિયાન શરૂ થયું છે. અમદાવાદમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વયજૂથના લોકો માટે ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા હતી. રજિસ્ટ્રેશન કરાવીને પણ લોકો સેન્ટર ઉપર પહોંચ્યા ત્યારે સિસ્ટમની ખામીના કારણે હેરાન થવું પડ્યું હતું.ગોમતીપુર, નારણપુરા, વિરાટનગર જેવા 50 સેન્ટરો ઉપર ટેક્નિકલ ખામી સર્જાતા લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો.

કેટલાકને પાછાં ફરવું પડ્યું
કેટલાક સેન્ટર ઉપર પોલીસ બોલાવવી પડી હતી. રજિસ્ટ્રેશન બાદ લોકોને આવેલા મેસેજમાં સેન્ટરની અપૂરતી વિગતને કારણે પાછા ફરવું પડ્યું હતું. રજિસ્ટ્રેશન વખતે પીનકોડ નાંખવા છતાં દૂર દૂર સેન્ટરો ફાળવાયા હતા. સવારથી સર્વર સતત વ્યસ્ત રહ્યું હતું આ કારણે સંખ્યાબંધ લોકોએ વેક્સિન લીધા વગર ઘરે પરત ફરવું પડ્યું હતું.

વેક્સિનમાં અઢીથી ત્રણ કલાકની લાઇન
18થી 44 વયજૂથના આશરે 16 હજાર લોકોને પ્રથમ દિવસે વેક્સિન આપવાનો કોર્પોરેશનનો ટાર્ગેટ હતો. જેમાંથી ફકત 13289 લોકોને જ વેક્સિન અપાઈ હતી. આશરે 2711 લોકોને સિસ્ટમની ખામીના કારણે વેક્સિન અપાઈ નહોતી. આ વયજૂથના લોકો માટે શહેરમાં કુલ 76 શાળા અને 4 નાના હોલમાં વ્યવસ્થા ગોઠવાઈ હતી. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ એસએમએસમાં મળેલા ટાઈમ સ્લોટ મુજબ લોકો સેન્ટર ઉપર વેક્સિન લેવા પહોંચ્યા હતા તેમ છતા વેક્સિન લેવામાં આશરે અઢીથી ત્રણ કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. ઓનલાઈન રજિસ્ટ્રેશન કન્ફર્મ થવા છતા સોફ્ટવેરમાં નામ ડિસ્પ્લે નહીં થવાની લોકોની મહત્તમ ફરિયાદ આવી હતી.

ટેક્નિકલ ખામીથી લોકોએ કલાકો સુધી ઊભા રહેવું પડ્યું
18થી 44 વર્ષની વયજૂથના લોકો માટે અમદાવાદમાં અલાયદા 80 સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતાં. પ્રથમ દિવસે આ પૈકી 50 જેટલા સેન્ટર ઉપર ટેક્નિકલ ખામી સર્જવાના કારણે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું અને હેરાન થવું પડ્યું હતું. કેટલાક લોકોની ધીરજ ખૂટી જતા વેક્સિન લીધા વગર જ ઘરે પરત ફરવું પડ્યું હતું. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સોફ્ટવેરની અંદર સર્જાયેલી ખામીને દૂર કરવા કોર્પોરેશનનો કોઈ રોલ નથી. જ્યાં સુધી સોફ્ટવેરની ખામી દૂર નહીં થાય ત્યાં સુધી નાની-મોટી મુશ્કેલી આવી શકે છે.

ગોમતીપુરમાં 1 કલાકમાં જ રસી ખૂટી, ફરી સ્ટોક મંગાવ્યો
ગોમતીપુર શાળા નં. 3, 4 અને 5માં તથા રેફરલ હોસ્પિટલમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે. જ્યાં રજીસ્ટ્રેશન સાથે સ્લોટ ટાઇમ પ્રમાણે આવેલા અનેક યુવકોને વેક્સિનેશન ટીમે કહ્યું કે, અત્યારે વેક્સિનના ડોઝ ખલાસ થઇ ગયા છે, જેથી યુવકોએ ઉશ્કેરાઇ હોબાળો કરતાં પોલીસ બોલાવવી પડી હતી. મ્યુનિ. કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે, આ સેન્ટર પર એક કલાકમાં જ વેક્સિન ખલાસ થઇ ગઇ હતી. લોકોએ કહ્યું કે, તેમનું રજિસ્ટ્રેશન થયું છે, ટાઇમ સ્લોટ ફાળવ્યો છે ત્યારે હવે તેમને વેક્સિન આપવાને બદલે ધક્કા ખવડાવાય છે. ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરતાં બપોરે 3 વાગે ફરીથી વેક્સિન આવી હતી.

શહેરના યુવકે નોંધણી કરાવી રસી લીધી અમરેલીના આધેડે
વેજલપુરના 24 વર્ષીય યુવકે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. યુવકે રસી લીધી ન હોવા છતાં મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે, તમે વેક્સિન લઈ લીધી છે. તેણે કોવિન પોર્ટલ પર તપાસ કરતા અમરેલીના કોઇ 59 વર્ષીય આધેડે 1 એપ્રિલે વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હતો. સરકારી કોવિન પોર્ટલમાં થયેલા છબરડાથી હેબતાઇ ગયેલા યુવકે ઘણી બધી તપાસ કરી પરંતુ કોઇ ફળદાયી પરિણામ મળી આવ્યું નહોતું. આથી તેણે તેના નાના ભાઇના મોબાઇલ ફોન પરથી વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અને આગામી દિવસોમાં તે વેક્સિન લેશે. જો કે આ છબરડો કઈ રીતે થયો તે હજુ સમજી શકાયું નથી.

પોર્ટલની ખામીથી ત્રણ કલાક રખડ્યા પછી પણ રસી ન મળી
સાયન્સ સિટીના 32 વર્ષીય ચિકીર્ષા મહેતાએ 28 એપ્રિલે રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે સેન્ટર અથવા ટાઈમ સ્લોટ મળ્યા ન હતા. પહેલી તારીખે તેઓ સાયન્સ સિટીના ગેટ નંબર ચાર પાસેના વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા તો ત્યાં કોઈને કંઈ માહિતી નહોતી. ત્યાંથી તેઓ આંબલી પ્રાથમિક શાળામાં પહોંચ્યા ત્યાંથી પણ કોઈ જવાબ મળ્યો નહોતો. ત્રણ કલાક ફર્યા બાદ વેક્સિન લીધા વગર ઘરે પરત ફર્યા હતા.

રસી કેન્દ્ર 9 કિલોમીટર દૂર હતું, શોધતા દોઢ કલાક લાગ્યો
ઘોડાસરમાં રહેતા 21 વર્ષીય કિશન શાહે શુક્રવારે કોવિન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મેસેજ આવ્યો તેમાં વેક્સિન લેવા 9 કી.મી. દૂર પુરૂષોત્તમ નગર સ્કૂલનું સેન્ટર આપ્યું હતું, પણ આ સ્કૂલ ક્યાં છે તેનું સરનામુ એસએમએસમાં નહોતું. સ્લોટ ટાઈમ 11 વાગ્યા સુધીનો અપાયો હતો. સવારે ઘરેથી 9 વાગ્યે નિકળેલા કિશનને સેન્ટર શોધવામાં દોઢ કલાક લાગ્યો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો