તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા એક વર્ષમાં સુભાષબ્રિજ આરટીઓની સરખામણીએ વસ્ત્રાલ આરટીઓમાં ટ્રાફિક ગુના હેઠળ 50 ટકા લાઇસન્સ રદ થયાં છે. સુભાષબ્રિજમાં 225ની સામે વસ્ત્રાલમાં સુનાવણી બાદ 101 લાઇસન્સ રદ કરાયાં છે. વસ્ત્રાલ એઆરટીઓ વિસ્તારોમાં પોલીસ દ્વારા લાઇસન્સ રદ માટે અપાતા મેમોની સંખ્યા મર્યાદિત રખાઈ છે.
પશ્ચિમની સામે પૂર્વનો છેડો દસક્રોઈ સુધી છે, છતાંય લાઇસન્સ રદ નામોની સંખ્યા ઓછી છે. જૂનમાં પશ્ચિમમાં 40ની સામે પૂર્વમાં માત્ર 16 મેમો, જ્યારે સપ્ટેમ્બરમાં 43ની સામે 15, નવેમ્બર-ડિસેમ્બરમાં જૂનમાં પશ્ચિમમાં 40ની સામે પૂર્વમાં માત્ર 16 મેમો, સપ્ટેમ્બરમાં 43ની સામે 15, નવેમ્બર-ડિસેમ્બરમાં 30-28ની સામે 7 અને 6 મેમો અપાયા છે. ઉપરાંત,પશ્ચિમમાં રોંગસાઈડમાં 60 ટકા અને ઓવરસ્પીડના ગુનામાં 15 ટકા જ્યારે પૂર્વમાં અકસ્માતના ગુનામાં લાઇસન્સ રદની સંખ્યા વધુ નોંધાઈ છે. ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ 18 લાઇસન્સ રદ થયાં હતાં. જ્યારે સપ્ટેમ્બરમાં 15, ઓક્ટોબરમાં 5, નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં 6 લાઇસન્સ રદ થયાં હતાં.
પૂર્વમાં અકસ્માતના ગુના વધુ નોંધાય છે
ભોગ બનનાર કમલ પ્રજાપતિએ જણાવ્યું કે પશ્ચિમ વિસ્તારોમાં પહોળા રોડ છે. જ્યારે પૂર્વમાં સાંકડા અને ઘણા રોડ પર લાંબા સમયથી ખોદકામ ચાલતું હોવાથી મજબૂરીમાં લોકોને રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરવું પડે છે, જેથી કેટલીકવાર અકસ્માત પણ સર્જાય છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.