સિવિલ વેક્સિન રૂમથી ગ્રાઉન્ડ રીપોર્ટ:​​​​​​​સવારથી 50 ડોકટર અને નર્સે વેક્સિન લીધી, જાણો વેક્સિન પહેલા કેટલી પ્રક્રિયાથી પસાર થવું પડે છે?

અમદાવાદ10 મહિનો પહેલા
  • પહેલા રજીસ્ટ્રેશન, આઈડી ચેક ત્યારબાદ વેઈટીંગ લોન્જ અને ત્યારબાદ વેક્સિન રૂમમાં જવા દેવાય છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. બે દિવસના બ્રેક બાદ આજે ફરીથી વેક્સિન અપાવવાનું શરૂ થયું છે. આજે 50 જેટલા કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી છે. સાંજે 5 વાગ્યા સુધી આ વેક્સિન આપવામાં આવશે. આજે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દિવ્યભાસ્કર દ્વારા ફરી શરૂ કરવામાં આવેલા વેક્સિનની પ્રક્રિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

વેક્સિન આપ્યા બાદ ઓબઝર્વેશન રૂમમાં લઇ જવામાં આવે છે
વેક્સિન આપ્યા બાદ ઓબઝર્વેશન રૂમમાં લઇ જવામાં આવે છે

અમદાવાદમાં અઠવાડિયામાં ચાર દિવસ વેક્સિન અપાશે
સિવિલ હોસ્પિટલમાં આવેલા જુના ટ્રોમાં સેન્ટરમાં આજે ફરીથી વેક્સિન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં હવે અઠવાડિયામાં ચાર દિવસ વેક્સિન આપવામાં આવશે. જ્યાં હાલ પહેલા તબક્કામાં મેડિકલ સ્ટાફને વેક્સિન આપવામાં આવશે.

ડિટેલ લીધા બાદ વેઈટીંગ લોન્જમાં બેસાડવામાં આવે છે
ડિટેલ લીધા બાદ વેઈટીંગ લોન્જમાં બેસાડવામાં આવે છે

વેક્સિન આપ્યા બાદ ઓબઝર્વેશન રૂમમાં રખાય છે
વેક્સિન સેન્ટરમાં તમે પ્રવેશ કરો ત્યાં પહેલા રિસેપ્શન એરિયા આવે છે, જ્યાં અગાઉથી મેડિકલ સ્ટાફની ડિટેઇલ હોય છે ત્યાં તેમને પોતાનું આઈડી પ્રુફ બતાવવાનું હોય છે. જ્યાં બન્ને ખરાઇ થઈ ગયા બાદ વેઈટીંગ લોન્જમાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ પોતાનો નંબર આવતા તેમને વેક્સિન રૂમમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેમને વેક્સિન આપ્યા બાદ ઓબઝર્વેશન રૂમમાં લઇ જવામાં આવે છે ત્યાં તેમને શું ધ્યાન રાખવું તે સમજાવવામાં આવે છે. 30 મિનિટના ઓબઝર્વેશન બાદ તેમને જવા દેવામાં આવે છે. આજે સવારથી સાજના 5 વાગ્યા સુધી વેક્સિન આપવામાં આવશે.

અમદાવાદમાં હવે અઠવાડિયામાં ચાર દિવસ વેક્સિન આપવામાં આવશે
અમદાવાદમાં હવે અઠવાડિયામાં ચાર દિવસ વેક્સિન આપવામાં આવશે
અન્ય સમાચારો પણ છે...