તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હોટેલ અને રેસ્ટોરન્ટ માં વેલેન્ટાઈન કપલે અત્યારથી જ 40થી 50 ટકા બુકિંગ કરાવી દીધા છે. તેમાં પણ છેલ્લા બે દિવસમાં 30થી 40 ટકા બુકિંગ થયા છે. જેટલા પણ બુકિંગ બાકી રહી ગયા છે તે પણ વીકેન્ડમાં પૂરા થઈ જશે તેવું રેસ્ટોરન્ટ, હોટેલનાં ઓનરનું કહેવું છે. કોરોના વચ્ચે પણ શહેરીજનોનો ઉત્સાહ વેલેન્ટાઈનમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ વખતે લોકોને પૂછીને ડેકોરેશન, મેનુ, સેટઅપ વગેરે કરવામાં આવ્યું છે. જેથી કપલનો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. દર વખતે ડેકોરેશન રેડ એન્ડ વ્હાઈટ થીમ પર હોય છે પરંતુ આ વખતે તો મેનુ પણ રેડ એન્ડ વ્હાઈટ થીમ પર કેટલીક જગ્યાએ જોવા મળશે.
સેફ્ટીને ધ્યાનમાં રાખતા સિંગલ ટેબલ ટેન્ટમાં આપવામાં આવશે
ખાસ કરીને અહીં આવતા કપલની સેફ્ટીને ધ્યાનમાં રાખીને સિંગલ ટેબલ કેન્ડલ લાઈટ ડિનર માટે ટેન્ટમાં જ તૈયાર કર્યા છે. જેથી સોશિયલ ડિસ્ટન્ટસ જળવાઈ રહે. આ ઉપરાંત મ્યુઝિક રોઝ પેટલ્સ ડેકોરેશન વગેરેનું આયોજન કર્યું છે. -મૌલિન પટેલ, તેફ્રા લોન્ચ ઓનર
ગૃહ ઉદ્યોગને સપોર્ટ કરવા જ્યુટ મટિરિયલમાંથી ટેબલ ક્લોથ બનાવ્યા
રેડ કાર્પેટ પર ગેસ્ટનું વેલકમ કરાશે જેની બન્ને બાજુ લાઈટ હશે. કેન્ડલ લાઇટ ડિનર અને તેની આજુબાજુની થીમ રેડ એન્ડ વ્હાઈટ હશે. ગૃહ ઉદ્યોગોને સપોર્ટ કરવા ઘરેથી કામ કરતા હોય તેમની પાસેથી લીધેલાં જ્યુટ મટિરિયલથી ટેબલ ક્લોથ બનાવ્યા. હાર્ટ સેપનો સેલ્ફી કોર્નર મુકાશે. -ઋષભ શાહ, ધ લિટલ એચ રેસ્ટો કેફે, ઓનર
ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીશું
ઓપન ગાર્ડનમાં સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી 80 ટકા લોકોએ બુકિંગ કરાવી લીધા છે. જેમાં લાઈવ મ્યુઝિક, કપલ ગેમ્સ, કેન્ડલ અને ફ્લાવરથી ટેબલ ડેકોરેટ કરાશે. અહીં આવેલા દરેક કપલ માટે કેક કટિંગની વ્યવસ્થા પણ કરાઈ છે. -પ્રશાંત જૈન, હવેલી થિયેટર બિસ્ત્રો
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.