તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ પોલીસની કાર્યવાહી:પાંજરાપોળ ચાર રસ્તા પાસે માસ્ક વિના બેઠેલા 5 યુવકે દંડના મુદ્દે પોલીસ કર્મચારીને ફેંટો મારી; પાંચેયની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કર્મચારીએ દંડ માગતા વિદ્યાર્થીઓએ ગાળાગાળી કરી માર માર્યો

પાંજરાપોળ ચાર રસ્તા પાસેની એક ગલીમાં માસ્ક પહેર્યા વગર ટોળું વળીને બેઠેલા 5 વિદ્યાર્થીઓ પાસે પોલીસે દંડ ભરવાનું કહેતા પાંચેય મિત્રોએ પોલીસ સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. પાંચેય જણાંએ એક પોલીસ કર્મચારીને ઘેરી ગડદાપાટુ અને ફેંટો મારી હતી. આ ઘટનાને પગલે પોલીસે વધારાનો ફોર્સ બોલાવી પાંચેય યુવકોને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

ગુજ.યુનિ.પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.ચૌધરી પેટ્રોલિંગ દરમિયાન સાંજે 6.30 વાગ્યે પાંજરાપોળ પાસેની જ્હાનવી રેસ્ટોરન્ટની ગલીમાં પહોંચ્યા ત્યારે ત્યાં 5 યુવકો ટોળું વળીને બેઠાં હતાં, જે તમામે માસ્ક પહેર્યો ન હોવાથી પોલીસે તેમને દંડ ભરવાનું કહેતાં, યુવકોએ પોલીસ સાથે ઝગડો કરી ગાળાગાળી કરી હતી. દરમિયાન પાંચેય યુવકોએ પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ લક્ષ્મણસિંહને ઘેરી ગડદાપાટુ અને ફેંટો મારી હતી. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ પાંચેયને ઝડપી લીધા હતા.

તેમ છતાં પાંચેયે પોલીસ સાથે ઘર્ષણ ચાલુ રાખતાં વધારાનો ફોર્સ બોલાવીને પાંચેયને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં તેમની પૂછપરછમાં તેમણે વરુણ નલીન ચૌહાણ(ઉં.25)(ક્રિષ્ના કોમ્પ્લેક્સ,આંબાવાડી), દેવ વિવેક સોલંકી(ઉં.20), હર્ષ નલીન સોલંકી(ઉં.23),શાલીન નલીન સોલંકી(ઉં.21) અને સાહિલ ઉદય સોલંકી(ઉં.23)(ચારેય સૌરાષ્ટ્ર સોસા,આંબાવાડી) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પીએસઆઈ ચૌહાણે પાંચેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો