ગુજરાત વિધાનસભાના સત્રની સંખ્યા:5 વર્ષની સરેરાશ સંખ્યા રાજસ્થાન, મધ્યપ્રદેશ કરતાં પણ ઓછી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર

ગુજરાત વિધાનસભામાં હાલની ચૂંટાયેલી પાંખને હવે પાંચ વર્ષ પુર્ણ થવાના છે ત્યારે કામગીરીની સમીક્ષા કરતાં એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મસ દ્વારા જાહેર કરલા રીપોટમાં એવી હકીકત બહાર આવી છેકે, વિધાનસભાના છેલ્લા 5 વર્ષમાં 10 સત્રોમાં ઘારાસભ્યો દ્વારા 38121 જેટલા તારાંકીત પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જે પૈકી માત્ર 600 પ્રશ્નોના જવાબો એટલે કે માંડ 2 ટકા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા છે.

બાકીના પ્રશ્નોના જવાબો અપાયા નથી અથવા પાછા ખેચવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત વિધાસનભાના 10 સત્રમાં 141 દિવસ કામગીરી થઇ છે, સરેરાશ જોઇએ તો વર્ષે 29 દિવસ જેટલી કામગીરી થઇ છે. તેની સામે રાજસ્થાન વિધાનસભાની એવરેજ 49.5 દિવસ પ્રતિ વર્ષ અને મધ્યપ્રદેશ સરકારની 30 દિવસ પ્રતિવર્ષની છે.

તારાંકીતમાં 623 પ્રશ્નો રદ અને 162 પાછા ખેંચાયા
સામાન્ય રીતે તારાંકીત પ્રશ્નો પુછાયા બાદ જો ધારાસભ્ય મૃત્યુ પામે, તેઓ ગેરલાયક ઠરે અથવા તો મંત્રીની વિનંતીને આધારે જ પ્રશ્નો રદ કરાય છે. ત્યારે આ વખતે 623 જેટલા અધધ પ્રશ્નો પૈકી મોટાભાગના મંત્રીની વિનંતીથી રદ્ થયા છે. જ્યારે 162 જેટલા પ્રશ્નો પરત ખેંચાયા છે અતારાંકીતમાં પણ 79 પ્રશ્નો રદ કરાયા તેમજ 5 પાછા ખેંચાયા છે.

આદિવાસી વિસ્તારમાં ઓછું ભંડોળ વપરાયું
દરિયા કાંઠાના ભરૂચ, સુરત, દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિતના વિસ્તારમાં ઉપલબ્ધ ભંડોળ 114.5 કરોડ સામે 123.07 કરોડ વપરાયા છે. આદિવાસી વિસ્તારો ડાંગ, નર્મદા,વલસાડ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારમા 252 કરોડના ભંડોળ સામે માંડ 177.39 કરોડ જ વપરાયા છે.

આ ધારાસભ્યો સૌથી ઓછું બોલ્યા

ધારાસભ્યમતવિસ્તારબોલ્યા
વિરેન્દ્રસિંહ જાડેજામાંડવી1
પુરૂષોત્તમ સોલંકીભાવનગર ગ્રામ્ય1
સોમાભાઇ પટેલલીંબડી2
મો.જાવેદ પીરજાદાવાંકાનેર2
જવાહર ચાવડામાણાવદર2
મધુ શ્રીવાસ્તવવાઘોડીયા2
મહેશકુમાર પટેલપાલનપુર3
કરશનભાઇ સોલંકીકડી3
સુરેશ પટેલમાણસા3
અરવિંદ રૈયાણીરાજકોટ પૂર્વ3
લાખાભાઇ સાગઠીયારાજકોટ ગ્રામ્ય3
વિક્રમભાઇ માડમખંભાળીયા3
કિશોરકુમાર જાનાણીવરાછા રોડ3
ભરતજી ઠાકોરબેચરાજી4
ગીતાબા જાડેજાગોંડલ4
કાંતિભાઇ પરમારઠાસરા4
સુનિલભાઇ ગામીતનિઝર4
અન્ય સમાચારો પણ છે...