મધ્ય ઝોનમાં ખાનપુરમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેરમાં ગંદકી કરતાં સોલિડ વેસ્ટ વિભાગે રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત અલગ અલગ ચાલીઓ તથા પોળમાં ગંદકી મુદ્દે 57 નોટિસો પણ આપવામાં આવી છે.
મધ્ય ઝોન સોલિડ વેસ્ટ વિભાગે વિવિધ વિસ્તારમાં અત્યાર સુધી રહેણાંક, કોમર્શિયલ અને ધાર્મિક સ્થળો પર 3 લાખથી વધારે લોકોનો સંપર્ક કરી તેમને ભીનો અને સૂકો કચરો અલગ આપવા માટે સમજાવ્યા હતા. 97 હજાર રહેણાક અને 18 હજાર કોમર્શિયલ એકમનો સંપર્ક કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.