તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિઝલ્ટ:CA ઈન્ટરમીડિયેટમાં અમદાવાદ ચેપ્ટરના 5 વિદ્યાર્થી ટોપ 50માં, અમદાવાદ ચેપ્ટરનું 16.56 ટકા પરિણામ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જાન્યુઆરીમાં લેવાયેલી સીએ ઈન્ટરમીડિયેટ પરીક્ષાનું અમદાવાદ ચેપ્ટરનું 16.56 ટકા જ્યારે ઓલ ઈન્ડિયા લેવલે 9.83 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ ચેપ્ટરમાં ઓલ ઈન્ડિયા લેવલે ટોપ 50માં 5 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (આઈએસઆઈ)એ જાન્યુઆરીમાં લીધેલી બંન્ને ગ્રૂપની પરીક્ષા 308 વિદ્યાર્થીએ આપી હતી. જે પૈકીના 51 વિદ્યાર્થીઓ પાસ થતા 16.56 ટકા પરિણામ આવ્યું છે. ઓલ ઇન્ડિયા લેવલ પર બંન્ને ગ્રૂપમાં કુલ 12046 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકીના 1184 વિદ્યાર્થીઓ પાસ થતા 9.83 ટકા પરિણામ આવ્યું છે.

નવેમ્બર 2020ની પરીક્ષા અંતર્ગત અમદાવાદ ચેપ્ટરમાં બંન્ને ગ્રૂપમાં કુલ 1071 વિદ્યાર્થી હતા. જેમાંથી 351 પાસ થવાથી 32.77 ટકા પરિણામ આવ્યું છે. નવેમ્બરની પરીક્ષા અંતર્ગત ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષામાં બંન્ને ગ્રૂપમાં કુલ 28644એ પરીક્ષા આપી હતી. જે પૈકીના 4895 વિદ્યાર્થીઓ પાસ થવાથી 17.09 ટકા પરિણામ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો