કોરોના સંક્રમણ:અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓ એડમિટ, ડોક્ટર કહે છે- એક સપ્તાહમાં કોરોનાનો ટ્રેન્ડ ક્લિયર થશે

અમદાવાદ18 દિવસ પહેલા
ડો. રાકેશ જોષી, સુપ્રિટેન્ડેન્ટ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ
  • હાલમાં કોરોનાના જેટલા કેસ આવે છે તેનાથી વધારે કેસ હોમ આઈસોલેશનના હોય છે
  • સિવિલ હોસ્પિટલમાં એક દર્દી કોરોના પોઝિટિવ અને ચાર દર્દીઓ શંકાસ્પદ દર્દી સારવારમાં

દિવાળીના તહેવાર બાદ હવે કોરોનાનાં કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. ગ્રાફ ઊંચો જતાની સાથે હવે તંત્ર પણ ચિંતિત બન્યું છે. એક સમયે સિવિલમાં કોરોનાં એક પણ દર્દી ન હતું. ત્યાં હવે પાંચ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં 1 પોઝિટિવ અને ચાર સસ્પેક્ટ છે. વધી રહેલા કોરોનાનાં કેસ અંગે ડોક્ટર જણાવી રહ્યા છે કે, હવે આગામી સપ્તાહથી કોરોનાનો ટ્રેન્ડ કઈ તરફ છે એ ક્લિયર થઇ જશે. હવે હોસ્પિટલમાં પણ કોરોનાનાં કેસ આવી રહ્યાં છે તેનાથી વધુ કેસ હોમ આઇસોલેશનના છે.

વધતાં કેસને પગલે આરોગ્ય વિભાગ ચિંતિત
દિવાળીના તહેવાર અચાનક વધી રહેલા કોરોનાના કેસના કારણ સમગ્ર રાજ્ય અને તંત્ર ચિંતા કરી રહ્યું છે, ત્યારે ઘણા મહિનાઓથી ખાલી પડેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓ આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, હાલ સિવિલ હોસ્પિટલમાં પાંચ કોરોના દર્દીઓ છે. જેમાં એક દર્દી કોરોના પોઝિટિવ અને ચાર દર્દીઓ શંકાસ્પદ છે. હાલ કોરોનાના જે રીતે કેસ આવી રહ્યા છે તે ચિંતા કરાવનારા નથી. પરંતુ જો કેસ વધે તો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

મોબાઈલ વાન અને ડોમ બનાવી કોરોના ટેસ્ટિંગ
મોબાઈલ વાન અને ડોમ બનાવી કોરોના ટેસ્ટિંગ

કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશન અને ગાઈડલાઈન્સનું પાલન
જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાનો ટ્રેન્ડ વધી રહ્યો છે તે પ્રમાણે આગામી સપ્તાહથી ખબર પડશે કે કોરોના કઈ દિશામાં જઈ રહ્યો છે, પરંતુ હાલ વેક્સિન, સેનિટેશન અને સોશિયલ ડિસ્ટન્સ આ કોરોનાનાં ગ્રાફને કન્ટ્રોલ કરી શકે છે. બીજી તરફ ત્રીજી વેવ માટે પણ તમામ તૈયારીઓ માટે હોસ્પિટલ સજ્જ છે.

ગઈકાલે અમદાવાદમાં 28 કેસ નોંધાયા હતા
ગઈકાલે સાંજ સુધી અમદાવાદ શહેરમાં 28 કેસ અને જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 4 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 482 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 945 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

કોરોના ટેસ્ટિંગ માટે શહેરમાં 40થી વધુ જગ્યાએ ડોમ બનાવાયા
કોરોના ટેસ્ટિંગ માટે શહેરમાં 40થી વધુ જગ્યાએ ડોમ બનાવાયા

AMCએ 40થી વધુ જગ્યાએ કોરોના ટેસ્ટ ડોમ ઊભા કર્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં 40થી વધુ જગ્યાએ કોરોના ટેસ્ટ ડોમ ઊભા કર્યા છે. DivyaBhaskarએ શહેરની અલગ અલગ જગ્યાએ ઊભા કરવામાં આવેલા ટેસ્ટિંગ ડોમનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. એમાં મોટા ભાગના ડોમ ખાલી જોવા મળ્યા હતા. ડોમમાં ટેસ્ટ માટે બહુ જ ઓછા લોકો આવતા હોવાનું જાણવા મળ્યું છે. બે- ચાર ડોમમાં જ વધુ ટેસ્ટ થાય છે, જેમાં વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફાવન મોલ પાસેના ડોમમાં રોજ 60નું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

સામાન્ય તાવ કે શરદી હોય તેવા લોકો ટેસ્ટ કરાવે છે
વસ્ત્રાપુર આલ્ફાવન મોલની બહાર પણ ટેસ્ટિંગ ડોમ ઊભો કરાયો છે, જેમાં રોજના 60 જેટલા લોકો ટેસ્ટ કરાવવા માટે આવે છે. એમાં તમામ ટેસ્ટ નેગેટિવ આવે છે. સામાન્ય તાવ કે શરદી હોય તેવા લોકો ટેસ્ટ કરાવે છે. બહારગામ ફરીને આવેલા લોકો પરિવાર સાથે અહીં ટેસ્ટ માટે આવે છે, જોકે કોઈ પોઝિટિવ આવ્યા હોય એવા કેસ આવ્યા નથી. સવારે 10થી 11 વચ્ચે જ વધુ ટેસ્ટ માટે લોકો આવે છે.

રાજ્ય અને અમદાવાદ શહેરમાં 5 દિવસમાં નોંધાયેલા કેસ

તારીખઅમદાવાદના કેસરાજ્યના કેસ
13 નવેમ્બર1039
14 નવેમ્બર1126
15 નવેમ્બર1529
16 નવેમ્બર1835
17 નવેમ્બર2854
અન્ય સમાચારો પણ છે...