તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેડિયમનો રેલો IIM પહોંચ્યો:ભારત-ઈંગ્લેન્ડની T20 મેચ જોવા ગયેલા અમદાવાદ IIMના 5 વિદ્યાર્થી સંક્રમિતઃ સુપર સ્પ્રેડર બનતાં કેમ્પસમાં 38 વિદ્યાર્થી સહિત 40 પોઝિટિવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડ ભેગી કરવાની GCAની મમત IIM-Aને ભારે પડી
  • મેચ જોવા ગયેલા અમદાવાદ IIMના 6 વિદ્યાર્થીઓમાંથી 5 કોરોનાગ્રસ્ત થયા

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહયા છે અને અમદાવાદ શહેર ફરી એકવાર હોટસ્પોટ બની રહ્યું છે. આવામાં અમદાવાદ IIMમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે અને કેમ્પસમાં 38 વિદ્યાર્થી સહિત કુલ 40 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા છે. આમાંથી 5 વિદ્યાર્થીઓ તો એવા છે કે જેઓ ગત 12 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળવા ગયા હતા. સંસ્થાના કુલ 6 વિદ્યાર્થી મેચ જોવા ગયા હતા જેમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં હાહાકાર મચી ગયો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું છે. આમ, મેચમાં વધુને વધુ પ્રેક્ષકો ભેગા કરવાની ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ની લ્હાયમાં અમદાવાદ IIM જેવી સંસ્થાના કુશાગ્ર વિદ્યાર્થીઓની જિંદગી દાવ પર લાગી છે.

અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા
ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ IIMના 6 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા. આમાંથી 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. AMCમાં ડોમ ઉપર ચેકીંગ કરતા પરંતુ પોતાના વતનના સરનામાં સાથે ટેસ્ટ કરાવતાં હતા. ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી બાદ બાકીના વિદ્યાર્થીઓના ગુરુવારે ચેકીંગ હાથ ધરાયા હતા. જેમાં 17 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. કોરોના ટેસ્ટ કરતાં બે પ્રોફેસર પણ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી છેલ્લી T20 મેચની તસવીર.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી છેલ્લી T20 મેચની તસવીર.

DivyaBhaskarએ કહ્યું હતું કે, મેચના પ્રેક્ષકો સુપર સ્પ્રેડર બનશે
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) દ્વારા મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુને વધુ પ્રેક્ષકોને ભેગા કરવાની લ્હાયમાં અમદાવાદીઓના જીવ દાવ પર લગાવાયા હતા. તે સમયે એક લાખથી પણ વધુ પ્રેક્ષકોને બીજી T20 ક્રિકેટ મેચમાં ભેગા કરવામાં આવ્યાના અહેવાલો અને તસવીરો મળી હતી. આ અંગેના DivyaBhaskarના અહેવાલ બાદ GCA દ્વારા બાકીની T20 ક્રિકેટ મેચ પ્રેક્ષકો વિના રમાડવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ ત્યાંસુધીમાં તો લાખો અમદાવાદીઓમાં કોરોના ફેલાઈ ગયો હોઈ શકે છે. કદાચ આ કારણે જ અમદાવાદમાં ક્રિકેટ મેચ કોરોના વિસ્ફોટનું કારણ બની હોઈ શકે છે.

સ્ટેડિયમમાં લાખોની ભીડ ભેગી થઈ અને અમદાવાદને જોખમમાં મુકી દીધું.
સ્ટેડિયમમાં લાખોની ભીડ ભેગી થઈ અને અમદાવાદને જોખમમાં મુકી દીધું.

ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો
ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. રાજ્યમાં આજે ઓલટાઈમ ન્યુ હાઈ 1,961 નવા કેસ નોંધાયા છે, છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં 24 માર્ચે 1,790 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર થયો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1405 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,473 થયો છે. ગઈકાલે નવા વર્ષમાં પહેલીવાર 8 દર્દીના મોત નોંધાયા હતા.

ભારત-ઈંગ્લેન્ડની T20 મેચમાં ભાગ્યે જ કોઈ પ્રેક્ષક માસ્કમાં જોવા મળ્યો હતો.
ભારત-ઈંગ્લેન્ડની T20 મેચમાં ભાગ્યે જ કોઈ પ્રેક્ષક માસ્કમાં જોવા મળ્યો હતો.

એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર
24 માર્ચે 1,790 કેસ, 23 માર્ચે 1730, 22 માર્ચે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 95.29 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 33 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે અને હાલ 9372 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો