તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • 5 New Micro Containment Zones Announced Today As Corona Cases On The Rise In Ahmedabad, Door To Door Surveillance To Be Held On Wednesday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ વધ્યું:અમદાવાદમાં કોરોનાના કેસ વધતા આજે 5 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, બુધવારે ડોર ટુ ડોર સર્વેલન્સ થશે

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 278 ઘરોને 5 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં ગઈકાલે 3 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે નવા 5 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 278 ઘરોને રાખવામાં આવ્યા છે. જેને પગલે નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (24 ફેબ્રુઆરી)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં કેસમાં ઉછાળો આવ્યોઅમદાવાદમાં સંક્રમણ ફરી વકરતું હોય તેવું લાગી રહ્યું છે અને સતત બીજા દિવસે 70થી વધુ કેસ નોઁધાયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં આજે ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 74 નવા કેસ અને 62 દર્દી સાજા થયા છે. જ્યારે એકેય દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 2,308 યથાવત રહ્યો છે. 22 ફેબ્રુઆરીની સાંજથી 23 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 69 અને જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 60 અને જિલ્લામાં 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,354 થયો છે. જ્યારે 59,493 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો