ઉદ્યોગપતિઓ-પ્રવાસન સ્થળોને ફાયદો:અમદાવાદથી સુરત અને સુરતથી ભાવનગર સહિત 5 નવી ફ્લાઈટ શરૂ થશે, ટિકિટનો મહત્તમ ભાવ રૂ. 3500થી 5000 નક્કી

અમદાવાદએક મહિનો પહેલા
  • અમદાવાદ-ભુજ-અમદાવાદ માટે 50, સુરત-ભાવનગર-સુરત માટે અને સુરત-અમરેલી-સુરત માટે 9 સીટર ફ્લાઈટ શરૂ થશે
  • સુરત-રાજકોટ-સુરત માટે 9 તથા સુરત-અમદાવાદ-સુરત 09 સીટરની સુવિધા
  • અમદાવાદથી ભુજની ફ્લાઈટ માટે 50 સીટર પ્લેન, અન્યમાં 9 સીટર
  • સુરતથી ભાવનગર અને અમરેલી માટે પણ નવી ફ્લાઈટ શરૂ કરાઈ
  • કુલ 20 રૂટ પર નવી ફ્લાઇટ, ટિકિટનો મહત્તમ દર 3500થી 5 હજાર રૂપિયા

ગુજરાત સરકારે અમદાવાદ અને સુરતને વિવિધ શહેરો સાથે જોડતી પાંચ આંતરરાજ્ય ફ્લાઇટ્સ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ફ્લાઇટ્સ અમદાવાદ-સુરત, અમદાવાદ-ભુજ તથા સુરત-રાજકોટ, સુરત-ભાવનગર અને સુરત-અમરેલી વચ્ચે બન્ને દિશાઓમાં ઉડાન ભરશે. આ ફ્લાઇટ્સ માટેનું મહત્તમ ભાડું 3,500થી 5,000 રૂપિયા રહેશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ કે, આ હવાઇસેવામાં અમદાવાદ-ભુજ-અમદાવાદ માટે 50 સીટરની વિમાન તથા બાકીની તમામ સેવા માટે 9 સીટર વિમાન ઉપલબ્ધ રહેશે.

કેટલી સીટરની હશે ફ્લાઈટ
મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને લોકોને સૌથી ઝડપી અને આર્થિક પરિવહન સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રવાસન સ્થળો તેમજ નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવા માટે પ્રાદેશિક હવાઈ જોડાણ શરૂ કરવાનું આયોજન કર્યું છે.

રાજ્યના નાગરિકોને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ સારી કનેક્ટીવિટી, સુવિધાસહ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે અને ગુજરાતના શહેરોને જોડવા માટે રાજ્યની VGF(વાયેબિલિટી ગેપ ફંડિંગ) યોજના હેઠળ શરૂ કરવાનો નિર્ણય લઇ મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ-ભુજ-અમદાવાદ માટે 50 સીટરની વિમાની સુવિધા, સુરત-ભાવનગર-સુરત માટે 09 સીટરની, સુરત-અમરેલી-સુરત માટે 09 સીટની, સુરત-રાજકોટ-સુરત માટે 09 સીટર તથા સુરત-અમદાવાદ-સુરત 09 સીટરની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે.

10 એરપોર્ટ અને 20 રૂટ સંચાલન થઇ જશે
તેમણે ઉમેર્યું કે, આ ફ્લાઇટો નાગરિકો માટે વધુ સુગમ સમયે વ્યાજબી દરે શરૂ કરવામાં આવશે. આ બધા રૂટ Tier -2 અને Tier-3 શહેરોને હવાઇ જોડાણ પુરું પાડી શકાશે. રાજ્ય સરકાર દ્વારા Tier-3 શહેરોને Tier-4 શહેરો સાથેથી હવાઈ સેવા આગામી સમયમાં શરૂ કરવાનું આયોજન છે. આ બાબતને ધ્યાનમાં લેતા, હાલમાં રાજ્ય રાજ્યમાં ભારત સરકારની RCS- ઉડાન યોજના અને રાજ્યની યોજનાઓ હેઠળ 10 એરપોર્ટ અને 20 રૂટ સંચાલન થઇ જશે. આ સેવા હેઠળ ટિકિટનો દર રૂટના સમયગાળા મુજબ મહત્તમ દર રૂ. 3,500/- થી રૂ. 5,000/- સુધી રહેશે. રાજ્યના નાગરિકોને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા આમંત્રણ છે.

વેન્ચ્યુરા અને સ્ટાર એરને ગુજરાત સરકાર નાણાકીય સહાય આપશે
આ ફ્લાઇટ્સ પૈકી અમદાવાદ-ભુજ વચ્ચેની ફ્લાઇટ્સ સ્ટાર એર ઓપરેટ કરશે જ્યારે બાકીની તમામ માટે વેન્ચ્યુરા એરલાઇન્સ કંપની ઓપરેટ કરશે. આ માટે ગુજરાત સરકારે આ કંપનીઓ સાથે કરાર કર્યાં છે અને તે મુજબ વાયેબિલિટી ગેપ ફંડ એટલે કે નાણાંકીય સહાય સરકાર આ કંપનીઓને આપશે. આ કંપનીઓ પૂરતો ટ્રાફિક ન મળે અને ફ્લાઇટનું સંચાલન મોંઘું પડે તેમ હોય તેવાં કિસ્સામાં પણ હવાઇસેવા ચાલું રાખે તે માટે ગુજરાત સરકાર તેમને નાણાં આપશે.

ઉદ્યોગપતિઓનો સમય બચશે
મંત્રીએ વધુમાં કહ્યું કે, આ સેવા સ્થાનિક લોકો માટે વિવિધ એરપોર્ટ પર રોજગારીનું સર્જન કરશે અને વિવિધ સ્થળોની સ્થાનિક અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને મુસાફરી સરળ અને ઝડપી બનશે. તે રાજ્યના એકંદર પ્રવાસન પ્રયાસોને પ્રોત્સાહન આપશે તેવી પણ અપેક્ષા છે કારણ કે વિદેશી પ્રવાસીઓ તેમના પ્રવાસના સમયમાં વધુ સ્થળો સારી રીતે પ્રવાસ કરી શકશે. ગુજરાત અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે અને અગ્રણી ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓ વારંવાર અમદાવાદથી સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છની મુસાફરી કરે છે. પ્રાદેશિક એરલાઇનની હાજરીથી તેમનો સમય બચશે અને પ્રવાસીઓ ઓછા સમયમાં તેમનું વ્યવસાયિક કાર્ય સમયસર પૂર્ણ કરી શકશે.

પ્રાદેશિક એર કનેક્ટિવિટી સેવાથી પર્યટનસ્થળોને પ્રોત્સહન મળશે
તેમણે ઉમેર્યુ કે, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં પ્રાદેશિક એર કનેક્ટિવિટી સેવાની શરૂઆત માત્ર વેપાર જ નહીં પરંતુ પ્રવાસન તેમજ ધાર્મિક પર્યટનનેવધુ પ્રોત્સાહન આપશે અને પ્રવાસીઓ માટે મુસાફરીનુ અનુકુળ અને વ્યાજબી દરે ટૂંકા સમયમાં પ્રવાસ કરી શકશે. હવે લોકો રાજ્યની અંદરના દૂરના શહેરમાં વ્યવસાય પૂરો કરી શકે છે અને તે જ દિવસે તેને તેમના વતન શહેરમાં સમયસર પરત કરી શકાશે. કરારના ભાગરૂપે, રાજ્ય સરકાર રાજ્યભરમાં કાર્યરત વિવિધ ફ્લાઇટ્સ પર સેવા માટે VGF મુજબ આપશે. આ સેવાનો લાભ સામાન્ય નાગરિકોને જ નહીં પરંતુ સરકારના મુસાફરીના વિકલ્પોમાં પણ સુધારો થશે અને વહીવટીતંત્રની કાર્યક્ષમતાના સ્તરમાં વધુ વધારો થશે.

માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, સરકારના પ્રતિનિધિઓ પણ આ ફ્લાઇટમાં ફરશે
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર નાગરિકોને વ્યવસાય કે પર્યટન હેતુથી આ ફ્લાઇટ્સની સેવા મળી રહેશે, તે ઉપરાંત ગુજરાત સરકારના રાજકીય પ્રતિનિધિઓ તથા અધિકારીઓે પણ પરિવહન માટે આ ફ્લાઇટ્સનો ઉપયોગ કરશે. મંત્રીમંડળના સભ્યો, રાજકીય નેતાઓ તથા અધિકારીઓના આ શહેરો વચ્ચેના પ્રવાસ દરમિયાનનો સમય ઘટે તે હેતુથી આ સેવાનો ઉપયોગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...