કોરોના વાઇરસ:અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ, જિલ્લામાં 8, ગાંધીનગરમાં 3 સહિત ગ્રામ્ય વિસ્તારમાં 5 નવા કેસ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઇલાક્ષી પટેલ. - Divya Bhaskar
હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઇલાક્ષી પટેલ.

શહેરના હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઇલાક્ષી પટેલ કોરોના પોઝિટિવ થતાં તેમને હોમ ક્વોરન્ટીન કરી સારવાર શરૂ કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન તેઓ પોતાના વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં આજે કોરોના વાઇરસના વધુ 8 નવા કેસ આવ્યાં છે. જેમાં બાવળામાં 4 અને ધોળકામાં 3 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે સાણંદમાં પણ વધુ એક નવો કેસ ઉમેરાયો છે. આમ અમદાવાદ જિલ્લામાં કુલ 178 પોઝિટિવ થયા છે. કેસ વધવાથી હવે રિકવરી રેટમાં ઘટાડો જોવા મળ્યો છે. ધોળકામાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે.
ગાંધીનગર તાલુકામાં 3 કેસ સામે આવ્યાં
આ સિવાય ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે કોરોનાના વધુ પાંચ નવા કેસ સામે આવ્યાં છે. ગાંધીનગર તાલુકામાં 3 કેસ સામે આવ્યાં છે. કલોલ શહેરમાં વધુ 2 નવા કેસ નોંધાયા છે. આમ કોરોનાનો કહેર અમદાવાદ જિલ્લા સહિત ગાંધીનગરમાં પણ વધ્યો છે. ગાંધીનગર તાલુકા સાદરા, રાંધેજા અને રુપાલ એક-એક નવા કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...