તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદમાં રાણીપ, ગોતા, બોડકદેવ, ચાંદલોડિયા અને વટવાના 5 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર, 14 દૂર કરાયા

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 266 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે આજે રાણીપ, ગોતા, બોડકદેવ, ચાંદલોડિયા અને વટવામાં કુલ 5 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે જોધપુર,નરોડા, બોડકદેવ, ગોતા, ચાંદખેડા,પાલડી, નવરંગપુરા અને મણિનગરના 14 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 257 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (2 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં 4744 નવા કેસ અને 27ના મોત
અમદાવાદ શહેર અને જિલ્લામાં 10 દિવસ બાદ પહેલીવાર 5 હજારથી ઓછા 4744 કેસ નોંધાયા છે અને 3,510 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં 27ના મોત થયા છે. 1મેની સાંજથી 2 મેની સાંજ સુધીમાં શહેરમાં 4683 અને જિલ્લામાં 61 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 3510 અને જિલ્લામાં 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 26ના અને જિલ્લામાં 1નું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 176,011 થયો છે. જ્યારે 105,286 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,967 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો