• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 5 Lakh Compensation Will Be Paid To Next Of Kin Of Patient Who Died Due To Wrong Blood Group, Rajkot Patient Was Transfused With A Positive Blood Instead Of B

હવે ખોટા ગ્રૂપનું બ્લડ ચઢાવવાની ભૂલ ભારે પડશે:ખોટા ગ્રૂપના બ્લડથી દર્દીનું મોત થશ તો સગાંને 5 લાખ વળતર ચૂકવાશે, રાજકોટના દર્દીને Bને બદલે A પોઝિટિવ બ્લડ ચઢાવી દેવાયું હતું

અમદાવાદએક મહિનો પહેલાલેખક: તેજલ અરવિંદ શુકલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2017થી 7% વ્યાજ આપવા બે ડૉક્ટરને ગ્રાહક કોર્ટનો આદેશ

ડોકટર અને બ્લડ બેન્કની બેદરકારીને લીધે ખોટા બ્લડ ગ્રૂપનું બ્લડ ચઢાવી દેવાતા એક દર્દીનું મોત નીપજ્યું હતું. વળતર માટે કરાયેલા કેસમાં ગ્રાહક કોર્ટે રૂ.5 લાખ દંડ 7 ટકા વ્યાજ સાથે 2017ની અસરથી યુવાનના પિતા અને પત્નીને ચૂકવવા આદેશ કર્યો છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશનના જ્યુડિશિયલ મેમ્બર એમ.જે મહેતા અને મેમ્બર પ્રીતિ શાહે ચુકાદો આપતા અવલોકન કર્યુ હતુ કે, બ્લડ ટ્રાન્સફયુઝન માટે દર્દીની મંજૂરી લઇને તે સેમ્પલ લેબોરેટરીના ટ્રેઇન સ્ટાફ દ્વારા મેચ કરવામાં ચૂક થઈ છે.

10 હજાર માનસિક ત્રાસ, 5 હજાર કાનૂની ખર્ચ ચૂકવવા આદેશ
બ્લડ ટ્રાન્સફયુઝન દરમ્યાન દર્દીનું બ્લડ ગ્રૂપ મેચ કરવામા આવ્યું નથી. લેબોરેટરી, તબીબોને દંડ ઉપરાત 10 હજાર માનસિક ત્રાસ અને 5 હજાર કાનૂની ખર્ચ ચૂકવવા પણ આદેશ કર્યો છે. રાજકોટના પ્રફૂલ્લભાઈ ટાંકને કીડનીની બીમારીથી દાખલ કરાયા હતા. બે તબીબો ડો. સંજય પંડ્યા અને ડો.વિરલ ગજપરાએ કરેલા ટેસ્ટમાં દર્દીનું બ્લડ ગ્રૂપ બી પોઝિટિવ હોવાનું દર્શાવ્યું હતું.

તબીબોએ પણ બ્લડગ્રૂપ તપાસ્યા વગર દર્દીને ચઢાવી દીધું
દર્દીને બે બોટલ બ્લડ ચઢાવવાનું હોવાથી બ્લડ બેન્કમાંથી બે બોટલ લઈ આવવા આદેશ કર્યો હતો. બ્લડ બેન્કે બ્લડ ગ્રૂપ તપાસ કર્યા વગર દર્દીના પિતાને એ પોઝિટિવ બ્લ્ડ ગ્રૂપની બે બોટલો આપી હતી. તબીબોએ પણ બ્લડગ્રૂપ તપાસ્યા વગર દર્દીને ચઢાવી દીધું હતું. કુલ 6 બોટલ બ્લડ એ પોઝિટિવ ગ્રૂપની ચઢાવી દેતા દર્દીને ડાયાલિસીસ પર લઇ જવો પડયો હતો.

બ્લડ ટ્રાન્સફયુઝનના કાયદાના અમલમાં ચૂક
ગ્રાહક કોર્ટની બેન્ચે એવું અવલોકન કર્યું હતું કે, આ કિસ્સામાં ગંભીર માનવીય ક્ષતિ જવાબદાર છે. લેબોરેટરી અને તબીબો માટે બ્લડ ટ્રાન્સફયુઝન અંગે કાયદા બનાવ્યા તેનું પાલન કરવામાં ચૂક થઈ છે. ડીજિટલાઇઝ સિસ્ટમ બનાવવા અને કડક માર્ગદર્શિકાનું પાલન થવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...