વળતર ચૂકવવા આદેશ:ફ્લાઈટ ચૂકી જતાં ટ્રાવેલ્સ કંપનીને 5 લાખ વળતર ચૂકવવાનો આદેશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 12 પેસેન્જર એરપોર્ટ ગયા ત્યારે સિંગાપોરની ફ્લાઈટ છૂટી ગઈ હતી
  • પ્રત્યેકને 7 ટકા વ્યાજ સાથે 25 હજાર ચૂકવવા પડશે : ગ્રાહક કોર્ટનો ચુકાદો

હિના ટૂર એન્ડ ટ્રાવેલ્સની સિંગાપોરની ટૂરમાં બુકિંગ કરનાર વ્યક્તિ એરપોર્ટ પર પહોંચે તે પહેલા ફલાઇટ ઉપડી જવાની અને પ્રવાસ કેન્સલ કરવા સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરાઈ હતી. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, સુરતના એક પરિવારે સિંગાપોરનું બુકિંગ કરાવ્યું હતું. તેના માટે 1,31,960 ચેક દ્વારા અને બીજા ચેકમાં 85,819ની રકમ હિના ટૂર્સને આપી હતી.

પરંતુ પ્રવાસમાં જવાના સમયમાં ભૂલ કરી હોવાથી અરજદાર એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ફલાઇટ ઊપડી ગઇ હતી. ટૂર ઓપરેટરે ફરિયાદીની જગ્યાએ મુંબઇના અન્ય ગ્રૂપને મોટી રકમ લઇને ટિકિટ આપી દીધી હતી. ગ્રાહક તકરાર નિવારણ કમિશનના જ્યુડિશિયલ મેમ્બર એમ.જે મહેતા અને મેમ્બર પ્રીતિ શાહે ટુર ઓપરેટરને 25 હજાર 7 ટકા વ્યાજ સાથે પ્રત્યેક 12 પેસેન્જરને ચૂકવવા આદેશ કર્યો છે. ફરિયાદી દિનેશચંદ્ર ઉપાધ્યાયે અરજીમાં રજૂઆત કરી હતી કે, તેમણે 5,27,800 ટૂર ઓપરેટરને ચૂકવ્યા હતા.

ટૂર ઓપરેટરે વધુ રકમ લઈને મુંબઈના અન્ય ગ્રૂપને ટિકિટ આપી દીધી હતી
ટૂર ઓપરેટર્સે તેમની ફલાઇટની ટિકિટ મુંબઈના અન્ય વીઆઈપી ગ્રૂપને વધુ રકમ વસૂલીને આપી દીધી હતી. ફરિયાદી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને કહેવાયું હતું કે, ફલાઇટ ઉપડી ગઇ છે. આ છેતરપિંડી સામે ઉપાધ્યાય પરિવારને પ્રવાસ રદ કરવો પડયો હતો તેમને માનસિક-શારીરિક ત્રાસ પહોંચાવડવા માટે ગ્રાહક સુરક્ષા તકરાર કમિશને અલગથી દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...