પૈસા તો ના મળ્યા, જેલની હવા ખાવી પડશે:અમદાવાદમાં ગોડાઉનના ઇન્ચાર્જે જ 5 લાખની સોપારી ચોરી, સસ્તા ભાવે વેપારીને વેચી પણ પૈસા મળે તે પહેલા જ ઝડપાઈ ગયો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓ(બેસેલા) સાથે પોલીસ - Divya Bhaskar
આરોપીઓ(બેસેલા) સાથે પોલીસ

અમદાવાદના અસલાલીમાં આવેલા ગોડાઉનમાં સોપારીની ચોરી કરી ભાગી ગયેલા આરોપીઓ ઝડપાયા છે. પોલીસે પાંચેક લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ આરોપીની ધરપકડ કરી છે. તાજેતરમાં જ અસલાલી વિસ્તારમાં આવેલા એક સોપારીના ગોડાઉનમાંથી 17 બોરી સોપારીની ચોરી થઈ હતી. આ સોપારી અંદાજીત 5 લાખની કિંમતની હતી.

આ ચોરી મામલે અસલાલી પોલીસે તપાસ શરૂ કરી તો ઘટના સ્થળ પરથી પોલીસને સીસીટીવી હાથ લાગ્યા હતા. પોલીસે સીસીટીવી ચેક ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર પોતાનો જ કર્મચારી હોવાનું ખુલ્યું છે. ત્યાર બાદ ચોરીનો માલ વેચનાર, ખરીદનાર અને માલની હેરાફેરી કરનાર સહિત પાંચેય આરોપીઓની અસલાલી પોલીસે ધરપકડ કરી અને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે જપ્ત કરેલી સોપારીની બોરીઓ
પોલીસે જપ્ત કરેલી સોપારીની બોરીઓ

આરોપી 7 વર્ષથી​​​​​​​ ગોડાઉનનો આસિસ્ટન્ટ ઇન્ચાર્જ હતો
પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપી મિરાજ ગાઝી હોવાનું સામે આવ્યું છે. આરોપી સાત વર્ષથી આ જ સોપારીના ગોડાઉનમાં આસિસ્ટન્ટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતો હતો અને તેણે નાણાની લાલચમાં શાહીબાગના ગોડાઉન ખાતેથી અસલાલીના ગોડાઉનની ચાવી મેળવી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં અન્ય આરોપીઓને લઈને માલ ભરી ટ્રક લઈ ફરાર થઈ ગયો.

વેપારીને બિલ વગરનો માલ કહી સસ્તા ભાવે વેચી દીધો
આ સોપારીનો માલ અન્ય વેપારીને બિલ વગરનો હોવાનું કહી સસ્તા ભાવે વેચી પણ દીધો હતો. જેથી પોલીસે મદદગારી કરનાર અને માલ લેનાર સહિત તમામ લોકોની ધરપકડ કરી હતી. આરોપીએ માલ તો વેચી દીધો બાદમાં જે પૈસાની લાલચમાં તેણે માલ વેચ્યો તે વેપારી પાસે તેને રૂપિયા જ લેવાના બાકી હતા. આરોપીએ પૈસાની લાલચમાં ગુનાને અંજામ આપ્યો પણ તેને પૈસા તો ન મળ્યા પણ હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. હાલ અસલાલી પોલીસે માલ ખરીદનાર અને માલ મોકલનાર ડ્રાઇવર સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...