તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર યુટિલિટી:અમદાવાદ આવતી-જતી 5 ફ્લાઈટ રદ, બે 2.30 કલાક સુધી લેટ

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ટેક્નિકલ કારણોસર અમદાવાદ આવતી-જતી 5 ફ્લાઈટો રદ થઈ હતી. જ્યારે બે ફ્લાઈટ મોડી પડી હતી. ગો-એરની અમદાવાદ-વારાણસી 2.32 કલાક, સ્પાઈસ જેટની ગોવા-અમદાવાદ ફ્લાઈટ 1.26 કલાક સુધી લેટ પડી હતી. ગો-એરની સૌથી વધુ 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી.

કેન્સલ થયેલી ફ્લાઇટ
ગો-એર: અમદાવાદ -બેંગલુરુ, અમદાવાદ - લખનૌ, અમદાવાદ - દિલ્હી, દિલ્હી -અમદાવાદ, બેંગલુરુ-અમદાવાદ

ચૂંટણી કર્મચારી માટે મતદાનનો બીજો દિવસ ઓન ડ્યૂટી લિવ ગણાશે
​​​​​​​અમદાવાદ સહિત મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા- તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 2.84 લાખ કર્મચારીઓને ચૂંટણી કામગીરીમાં રોકાયા છે. આ કર્મચારીઓ માટે મતદાનનો બીજો દિવસ તેમની મૂળ કચેરીમાં ઓન ડ્યૂટી લીવ ગણવાનો આદેશ રાજ્ય ચૂંટણી પંચે કર્યો છે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ કહ્યું કે, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પુરૂ થયા બાદ રીસીવંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી સવારે મતદાન સામગ્રી પરત સોંપવા માટે પહોંચતા હોય છે. આથી બીજા દિવસે તેમની કચેરીમાં સેવા આપવામાં મુશ્કેલી રહે તો તેમની ફરજ પરની હાજરી ગણાવાની રહેશે.

નર્સિંગ-ફિઝિયોની 105 બેઠક પર 2005એ પ્રવેશ માટે સંમતિ આપી
​​​​​​​ધોરણ 12 સાયન્સ પછીના નર્સિંગ, ફિઝીયોથેરાપી કોર્સની 105 સરકારી બેઠકો પર પ્રવેશ માટે કુલ 2005 વિદ્યાર્થીઓએ સંમતિ આપી દીધી છે. પ્રવેશ કાઉન્સેલિંગ માટેના કાર્યક્રમની 19 ફેબ્રુઆરીએ જાહેરાત કરાશે. રાજ્યની 70થી વધુ સરકારી કોલેજોની બેઠકો પર પ્રવેશ માટે 23થી 26 ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીએ પ્રવેશ મેરિટ મુજબ હાજર રહેવાનું થશે. સરકારી ફિઝીયોથેરાપી, નર્સિંગ કોલેજોની બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓ ક્રમ અનુસાર ચોઈસ રદ કરાવી શકશે. અથવા તો પ્રવેશ મેળવવો હોય તો મેળવી શકશે. ગાંધીનગર ખાતે પ્રવેશ કાઉન્સેલિંગનો કાર્યક્રમ રખાયો છે.

6 માર્ચે કુંભ સ્પેશિયલ ટ્રેન, સાબરમતી સ્ટેશને ઊભી રહેશે
આઇઆરસીટીસી દ્વારા 6 માર્ચે કુંભ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી ઉપડશે અને અમદાવાદ સાબરમતી સ્ટેશનેથી પસાર થશે. પેસેન્જર કોરોના ગાઇડલાઇન સાથે કર્મ્ફટ, સ્ટાન્ડર્ડ ક્લાસનો આનંદ માણી શકશે. પેસેન્જર મથુરા, હરિદ્વાર, ઋિષકેશ, અમૃતસર, વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે. રૂ.8505ની ટિકિટમાં પેસેન્જરને ભોજન, માર્ગ પરિવહન, ધર્મશાળામાં રોકાણ, ટુર એસ્કોર્ટની સુવિધા મળેશે. ટિકિટ આઈઆરસીટીસની સાઈટ પરથી બુક કરાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો