તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં ખેડૂત આંદોલનના મંડાણ:અમદાવાદમાં સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાન સહિત 6 ખેડૂત નેતાઓની ચાલુ પ્રેસ કોન્ફરન્સે અટકાયત

અમદાવાદએક મહિનો પહેલા
ચાલુ પ્રેસ કોન્ફરન્સે યુદ્ધવીર સિંહની અટકાયત કરવામાં આવી હતી.
  • ખેડૂત આગેવાન યુદ્ધવીર સિંહ પણ અમદાવાદ આવ્યા હતા
  • 3 કૃષિ કાયદાઓથી ખેડૂતોને થતાં નુકસાન અંગે ચર્ચા કરવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું

દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને 120 દિવસ થઈ ગયા છે, ત્યારે ખેડૂત આગેવાનો દ્વારા આજે(26 માર્ચ) ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. આજે ખેડૂત આગેવાન યુદ્ધવીર સિંહ પણ અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે 3 કૃષિ કાયદાઓથી ખેડૂતોને થતાં નુકસાન અંગે ચર્ચા કરવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પરંતુ પત્રકાર પરિષદમાંથી જ સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાન યુદ્ધવીરસિંહ સહિત 6 ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

યુદ્ધવીરસિંહ ઉપરાંત ગજેન્દ્રસિંહ, જે.કે.પટેલ, સુભાષ ચૌધરી, વાસુદેવસિંહ અને દશરથસિંહની પણ અટકાયત કરવામાં આવી હતી.

યુદ્ધવીરસિંહને લઈ જઈ રહેલી પોલીસ.
યુદ્ધવીરસિંહને લઈ જઈ રહેલી પોલીસ.

ખેડૂત આંદોલન મામલે ચર્ચા કરવામાં આવી રહી હતી
મોટેરાના તપોવન સર્કલ ખાતે સંયુક્ત કિસાન મોર્ચાના સચિવ યુદ્ધવીર આવ્યા હતા. તેમની સાથે ધરતી પુત્ર ટ્રસ્ટના ગજેન્દ્ર સિંહ અને જગતાત ફાઉન્ડેશનના જે.કે.પટેલ પણ હાજર હતા. તમામ દ્વારા દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી હતી.કૃષિ બિલથી ખેડૂતો પર આવનાર સંકટ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી, તે દરમિયાન જ ચાંદખેડા પોલીસ દ્વારા ત્રણેય આગેવાનો સહિત કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.

અન્ય એક ખેડૂત આગેવાનની અટકાયત કરી રહેલી પોલીસ.
અન્ય એક ખેડૂત આગેવાનની અટકાયત કરી રહેલી પોલીસ.

ચર્ચા દરમિયાન પોલીસ ત્રાટકી
આ અંગે જગતાત ફાઉન્ડેશન ના જે.કે.પટેલે જણાવ્યું હતું કે અમે માત્ર ખેડૂત આંદોલન અંગે ચર્ચા કરી રહ્યા હતા. જેમાં આગામી સમયમાં રાકેશ ટિકૈત પણ ગુજરાત આવે અને ગુજરાતમાં પણ આંદોલનને વેગ આપે તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ આ ચર્ચા દરમિયાન જ પોલીસ આવી હતી અને પોલીસે તેમની અટકાયત કરી અને તેમને શાહીબાગના હેડ ક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.

આ 3 બિલ શું છે?

  • કૃષિક્ષેત્રે સુધારાને ટાર્ગેટ કરતા આ 3 બિલ- ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020, ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020 અને ધ એસેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ 2020 છે.
  • આ ત્રણેય કાયદાને કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન 5 જૂન 2020એ ઓર્ડિનન્સ સ્વરૂપે લાગુ કર્યા હતા. ત્યારથી જ એ ચર્ચા અને વિરોધનો વિષય બન્યા છે. કેન્દ્ર સરકાર આ તમામ બિલને કૃષિક્ષેત્રે સૌથી મોટા સુધારા ગણાવી રહી છે, પરંતુ વિપક્ષ પાર્ટીઓને એમાં ખેડૂતોનું શોષણ અને કોર્પોરેટ્સના ફાયદા દેખાઈ રહ્યા છે.
  • કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના વિરોધ બાદ પણ એસેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ લોકસભામાં પસાર થયું. હવે એ ચર્ચા માટે રાજ્યસભામાં જશે. ત્યાંથી પાસ થયા બાદ એ કાયદો ઔપચારિક રૂપે લાગુ થશે. સરકારનો પ્રયત્ન આ જ સત્રમાં આ ત્રણેય બિલ પસાર કરાવવાનો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો