તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશલેશને પ્રોત્સાહન:UPIથી ટ્રેનની ટિકિટ બુક કરનારને 5 ટકા ડિસ્કાઉન્ટ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનામાં રોકડ વ્યવહાર ઘટાડવા રેલવેનો પ્રયાસ
  • ડિસ્કાઉન્ટની રકમ ટિકિટની કુલ કિંમતમાં એડજસ્ટ કરાશે

રેલવેમાં રિઝર્વેશન ટિકિટ બુક કરાવતી વખતે રોકડની જગ્યાએ ઓનલાઈનની સાથે યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ)ના માધ્યમથી પેમેન્ટ કરનારને રેલવેએ 5 ટકા ડિસ્કાઉન્ટ આપવાની યોજના શરૂ કરી છે.

રેલવેએ ઓનલાઈન ચૂકવણીને પ્રોત્સાહન આપ્યા બાદ યુપીઆઈ સિસ્ટમથી ચૂકવણીને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. એક પીએનઆર પર બુક થયેલી તમામ પેસેન્જરોની ટિકિટના બેઝ ફેર પર મળનાર 5 ટકા ડિસ્કાઉન્ટની રકમ ટિકિટની કુલ કિમતમાં જ એડજસ્ટ કરી દેવાશે.

ઉપરોક્ત માહિતી આપતા રેલવે અધિકારીએ જણાવ્યું કે, અનરિઝર્વ ટિકિટની ઓનલાઈન બુકિંગ પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપવાની રેલવેની યોજના પહેલાથી જ ચાલુ છે. તેની સાથે જ હવે રિઝર્વ ટિકિટની બુકિંગ વખતે પણ વધુને વધુ લોકો ઓનલાઈન પેમેન્ટની ચૂકવણી કરે તે માટે યુપીઆઈથી ભાડું ચૂકવવા પર 5 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ છે. આ નિર્ણય હેઠળ કોઈ પણ વ્યક્તિ રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટની ખરીદી કરી ભીમ એપ સહિત અન્ય યુપીઆઈ માધ્યમથી ચૂકવણી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...