ફેસ્ટિવ VIBE:રક્ષાબંધનના 1 દિવસ પહેલાં જ તૈયાર થવાના પ્રેફરન્સને કારણે સલૂનમાં 5 દિવસનું વેઇટિંગ

અમદાવાદ7 દિવસ પહેલાલેખક: નિકુલ વાઘેલા
  • કૉપી લિંક
  • સિટીના યંગસ્ટર્સે 10 દિવસ પહેલા જ સ્કિન-હેર ટ્રીટમેન્ટ માટે અપોઇન્ટમેન્ટ બુક કરાવી

રક્ષાબંધનના કારણે સલૂનના ફૂટફોલમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. ફેસ્ટિવલ પહેલા યંગસ્ટર્સ હેર સાથે સ્કિન ટ્રીટમેન્ટ પણ કરાવતા હોવાથી સલૂનમાં વેઇટિંગ શરૂ થઇ ચૂક્યું છે. સિટી ભાસ્કરે આ અંગે સલૂનના ઓનર્સ સાથે વાત કરતા જાણવા મળ્યું કે મોટાભાગની ગર્લ્સ ટ્રાવેલ કરતી હોવાથી સ્કિન અને હેર ટ્રીટમેન્ટ રક્ષાબંધનના એક દિવસ પહેલા કરાવવાનું પ્રિફર કરી રહી છે જેના કારણે આગલા દિવસની બધી જ અપોઇન્ટમેન્ટ ફૂલ થઇ ગઇ હોવા છતાં રૂટિનના દિવસોમાં પણ વેઇટિંગ વધી રહ્યું છે. જેના કારણે સિમ્પલ લુક માટે પણ 4-5 દિવસની રાહ જોવી પડી રહી છે.

ગર્લ્સને ટ્રાવેલિંગના કારણે સિમ્પલ લુક પસંદ
ગર્લ્સ ટ્રાવેલ કરતી હોવાને લીધે રક્ષાબંધનના આગલા દિવસે જ તૈયાર થવાનું પ્રિફર કરી રહી છે જેના લીધે અત્યારથી તેઓ એડવાન્સમાં જ અપોઈન્ટમેન્ટ લઈ રહ્યાં છે. ટ્રાવેલિંગને લીધે તેઓ સિમ્પલ લુક વધારે પ્રિફર કરી રહ્યાં છે જેમાં હેરમાં કર્લ્સ અને સ્ટ્રેટનિંગ તેમજ સ્કિનમાં ડિટેનિંગ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે. - ચિત્તલ આચાર્ય, એજ સલૂન

સ્કિન ટ્રીટમેન્ટ માટે 10 દિવસ પહેલા અપોઈન્ટમેન્ટ લઈ લીધી છે
ફેસ્ટિવલ સિઝનને લીધે હાલ વીક ડેઝમાં 20% રશ વધ્યો છે જે રક્ષાબંધન નજીક આવતા 50% સુધી પહોંચી જશે. ગર્લ્સે રક્ષાબંધનના કારણે નેઇલ આર્ટની સાથે હેર કલર, હેર ટ્રીટમેન્ટ કરાવવા માટે 10 દિવસ પહેલાથી જ અપોઈન્ટમેન્ટ લઈ લીધી છે. - નિશા મકવાણા, કેરિંગ્ટન ફેમિલી સલૂન સ્પા એન્ડ બ્લિસ

સિમ્પલ લુક માટે પણ 4-5 દિવસ પહેલાં અપોઈન્ટમેન્ટ આપવી પડે છે
બોયઝની હેર કે સ્કિન ટ્રીટમેન્ટ માટે લાંબા સમયનું વેઇટિંગ નથી પણ ગર્લ્સ માટે 4થી 5 દિવસ પહેલા અપોઈન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. કેમ કે ગર્લ્સના લોન્ગ હેર અને સ્કિન ટ્રીટમેન્ટમાં વધારે સમય જતો હોય છે. રક્ષાબંધનના તહેવાર માટે ગર્લ્સ સિમ્પલ લુક વધારે પ્રિફર કરી રહી છે. જેના લીધે હાલ દિવસ દરમિયાન સ્કિન અને હેર ટ્રીટમેન્ટના ક્લાયન્ટ્સમાં વધારો થયો છે. - નિક અખ્તર, નિક્સ હેર સલૂન

અન્ય સમાચારો પણ છે...