અમદાવાદમાં ITના દરોડા:ગુટખાના વેપારીના બેડરૂમમાંથી 5 કરોડ રોકડા મળ્યા; સાગમટે 14 સ્થળે દરોડામાં મોટાપ્રમાણમાં દાગીના, દસ્તાવેજ પકડાયા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મોટાપાયે રોકડમાં વેચાણ કરી GSTની ચોરી થતી હતી

ઇન્કમટેકસ વિભાગે શહેરના એક બિલ્ડર તેમજ ગુટખાના વેપારી મુસ્તફામિયા શેખના 10 રહેઠાણો અને 4 ઓફિસ પર દરોડા પાડ્યા છે. દરોડામાં ઈન્કમટેક્સના 160 અધિકારી જોડાયા હતા. ઈન્કમટેક્સને ગુટખાના આ વેપારીના બેડ રૂમમાં બેડ નીચે સંતાડી રાખેલા 4થી 5 કરોડ રોકડા મળ્યા હતા આ ઉપરાંત મોટાપ્રમાણમાં ઘરેણાં અને વાંધાજનક દસ્તાવેજ પણ પકડાયા હતા. વેપારી કે તેના પરિવારના સભ્યોએ આ અંગે કોઈ ખુલાસો આપી શક્યા ન હતા.

આઈટીની ઈન્વેસ્ટિગેશન વિંગના 160થી વધુ અધિકારીઓનો કાફલો અમદાવાદમાં 14 સ્થળોએ સાગમટે ત્રાટકયો અને સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આવકવેરા દરોડાના નિશાને ચડેલા માણેકચંદ ગુટખાના ગુજરાતના ડીલર મુસ્તફામિયા શેખ કાલુપુર અને સારંગપુર ખાતે તેમની મુસ્તફા સેલ્સ એજન્સીના નામે ઓફિસ અને ગોડાઉન ધરાવે છે. એનઆઇડી પાછળ આવેલા તેમના રહેઠાણ ઉપરાંત તેમના ચાર ભાઇ અને સંબંધીના રહેઠાણ ઉપર આઇટી અધિકારીઓના દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડામાં રાજકોટ સહિતના શહેરોમાંથી ઈન્વેસ્ટિગેશન વિભાગના અધિકારીઓને દરોડામાં સામેલ કરાયા છે. દરોડામાં મોટા પ્રમાણમાં રોકડ, દાગીના, લોકર અને રોકડમાં કરેલા વ્યવહારો મળી આવ્યા હતા. તાજેતરમાં તેમણે શહેરના એક ડોકટર સાથે જમીનનો સોદો કર્યો હોવાનું મનાય છે.

ઘરમાંથી એટલી રોકડ મળી કે નોટો ગણવા બેંક કર્મચારીઓને બોલાવવા પડ્યા
ઇન્મકટેકસ અધિકારીઓને દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં જ્વેલરી, રોકડ અને દસ્તાવેજો મળી આવ્યા હતા. મુસ્તફામિયા અને તેના સંબંધીઓના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ મળતા બેંક અધિકારીઓને ગણતરી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. બેંકના અધિકારીઓને મોડી રાત સુધી આ રકમની ગણતરી ચાલુ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...