તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શાહઆલમમાં મટનની દુકાનની આડમાં ગૌમાંસ વેચતા 5 પકડાયા

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહઆલમમાં એક મટનની દુકાનમાં ગેરકાયદે વેચાતું ગૌમાંસ પોલીસે પકડી પાડ્યું હતું. પોલીસે દુકાનમાંથી 90 કિલો ગૌમાંસ, નાના-મોટા છરા, ડિસમિસ, કુહાડી મળીને 1 ડઝન હથિયારો સાથે 5 કસાઈની ધરપકડ કરી હતી.

શાહઆલમ અલ અમન રો-હાઉસના એક મકાનની બહાર આવેલી મટનની દુકાનમાં ગેરકાયદે ગાયોની કતલ કરીને ગૌમાંસ વેચાતું હોવાની બાતમીના આધારે ઈસનપુર પોલીસે દરોડો પાડતાં દુકાનમાંથી મટનની આડમાં ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો.

જેને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલતાં, રિપોર્ટમાં તે ગૌમાંસ હોવાનું પુરવાર થયું હતું. જેના આધારે પોલીસે રિઝવાન અમિર અહેમદ કુરેશી(પાનવાલી ચાલી, ચંડોળા તળાવ), ઈમરાન શેરુભાઈ શેખ(અલ અમન રો-હાઉસ,શાહઆલમ), બકરી ઈકબાલ શેખ(મિલ્લતનગર), વસિમ રસીદ શેખ અને ફઈમ ઉર્ફે નંદુ કલ્લુ કુરેશી(બંને રહે.નવાપુરા, વટવા)ની ધરપકડ કરી હતી. દુકાનમાંથી 3 મોટા છરા, 4 નાની છરી, 4 ડિસમિસ, 1 કુહાડી અને લાકડાનો કુંદો સહિતના હથિયારો કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...