ધરપકડ:અમદાવાદમાં રાજપથ ક્લબ પાછળથી કારમાં દારૂ પીને આવી રહેલા 5 પકડાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વસ્ત્રાપુર પોલીસે પાંચેય વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી

રાજપથ ક્લબની પાછળના રોડ પરથી દારૂ પીને ગાડીમાં જઈ રહેલા પાંચ મિત્રોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. મોડી રાત્રે દૂરથી આવી રહેલી ગાડી આડી અવળી ચાલતી હોવાથી પોલીસે ગાડી રોકી તપાસતાં પાંચેય મિત્રો દારૂ પીધેલી હાલતમાં હતા.

વસ્ત્રાપુર પોલીસની ટીમ મંગળવારે રાત્રે રાજપથ ક્લબની નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે ઈસ્કોન ચાર રસ્તા બાજુથી એક ગાડી આવી રહી હતી. પોલીસે શંકાના આધારે ગાડી રોકી તેમાં સવાર પાંચ જણાની પૂછપરછ કરતાં તમામ દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં કારચાલક ગૌરાંગ રમેશભાઈ પટેલ, ઉં.36, વિનોદ ચીનુભાઈ પટેલ, ઉં.52, હિમાંશુ કાંતિભાઈ પટેલ, ઉં.45, નિલેશ નાનજીભાઈ પટોલિયા, ઉં.40, જયેશ દિનેશભાઈ પટેલ, ઉં.42, તમામ રહે. આર્યવન ફ્લેટ, સોલા હોવાનું જાણવા મળ્યું હતું.

વસ્ત્રાપુર પોલીસે પાંચેયની ધરપકડ કરી ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાંચેયની પૂછપરછ કરતાં તમામ કન્સ્ટ્રક્શન તેમજ અન્ય વેપાર-ધંધા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પાંચેય મિત્રો બહાર દારૂની પાર્ટી કર્યા બાદ રાત્રે અઢી વાગ્યે ઘરે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી સવારે જામીન પર મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...