ભાસ્કર ઇન્સાઇડ સ્ટોરી:ભાજપની જીતનાં 5 સૌથી મોટાં કારણ... નો-રિપીટ થિયરી ફરી ભાજપને ફળી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગાંધીનગર મહાનગરપાલિકાની રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામો મંગળવારે બહાર આવ્યાં, જેમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 41 બેઠકોની જંગી બહુમતીથી ભવ્ય જીત મળી છે, જેની સામે કોંગ્રેસને માત્ર 2 અને આપને 1 બેઠક પ્રાપ્ત થઇ છે. અગાઉની બે ટર્મની ચૂંટણી દરમિયાન ભાજપને બહુમતી મળી ન હતી, પણ દસ વર્ષના ઇતિહાસમાં આ વખતે ભાજપને કુલ બેઠકોની 93 ટકા જેટલી બેઠકો મળી છે, જે ઐતિહાસિક જીત છે.

નો-રિપીટ થિયરી - મેયર સહિત સૌ પડતા મુકાયા અને ઉમેદવારો બદલાયા
ભાજપે નો-રિપીટ થિયરીનો સહારો લીધો. ગાંધીનગરમાં મેયર સહિતના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને પડતા મૂકી તમામ નવા ચહેરાને ઉતાર્યા, જેથી કાર્યકર્તાઓ ઉત્સાહિત થયા.

એકબીજાનું મોઢું મીઠું કરાવતા મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની તસવીર.
એકબીજાનું મોઢું મીઠું કરાવતા મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની તસવીર.

સંગઠનની મહેનત- ચૂંટણી પહેલાંથી મતદારોના વલણનો અંદાજ મેળવ્યો
ભાજપનું સંગઠન માઇક્રો પ્લાનિંગથી કામ કરે છે. ચૂંટણી જાહેર થયા પહેલાં જ આ કામ ભાજપ શરૂ કરે છે, એમાં દરેક મતદાતા પરિવારની પ્રોફાઇલ અને રાજકીય વલણનો તેમને અંદાજ આવી જાય છે.

સરકારનો નવો ચહેરો - સરકાર બદલી એન્ટી ઇન્કમ્બન્સીનો છેદ ઉડાડ્યો
જૂની રાજ્ય સરકાર સામે પ્રવર્તતી નારાજગી પણ લોકોમાં હતી. આ ચૂંટણી પહેલાં જ ભાજપે સીએમ સહિતના મંત્રીમંડળને સ્થાને નવી સરકાર બનાવી, જેથી એન્ટી ઇન્કમ્બન્સીનો છેદ ઊડ્યો.

DA વધારાનો નિર્ણય - કર્મચારીઓને ખુશ કરીને નારાજગી દૂર કરી દીધી
ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની વસતિ છે. ચૂંટણી જાહેર થઇ એના માત્ર બે કલાક પહેલાં જ રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી કર્મચારીઓને ખુશ કર્યા.

નવા સીમાંકનનો લાભ - ભાજપતરફી વલણ ધરાવતાં ગામો મનપામાં ભળી ગયાં
નવું સીમાંકન ભાજપને સૌથી વધુ ફાયદો કરાવી ગયું. આસપાસના પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતાં ગામો હવે મનપાનો પાલિકાનો ભાગ બન્યાં. તેઓ ભાજપતરફી ઝોક અપનાવે છે.

અન્ય સમાચારો પણ છે...