તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ગોતા, બોડકદેવ, ઓઢવ અને પાલડી સહિતના વિસ્તારોમાં વધુ 19 નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા અને 12 દૂર કરાયા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં કોરોના ગાંડોતૂર થયો છે. જેને પગલે દિવસેને દિવસે માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે. હાલ શહેરમાં 281 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલી છે. 24 કલાકમાં 19 નવા કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા છે. 19 નવા કન્ટેન્ટમેન્ટ ઝોન મણિનગર, થલતેજ, બોડકદેવ, ગોતા, ઓઢવ, નિકોલ, ભાઈપુરા, વસ્ત્રાલ, પાલડી, રાણીપ, વેજલપુર, સરખેજમાં નોંધાયા છે. જ્યારે મણિનગર, બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયા અને વાસણાના 12 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે. નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (5 એપ્રિલ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં સતત 10માં દિવસે 600થી વધુ કેસ
શહેર અને જિલ્લામાં સતત દશમાં દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 676 નવા કેસ અને 608 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 4 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,370 પર પહોંચ્યો છે.

3 એપ્રિલની સાંજથી 4 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 664 અને જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 600 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 75,210 થયો છે. જ્યારે 70,564 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો