તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટ:ગુજરાતમાં એક વર્ષમાં 4.53નું ડ્રગ્સ ઝડપાયું, સૌથી વધુ ગાંજો, મેફેડ્રોન જપ્ત

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: ઝાહિદ કુરેશી
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • લોકડાઉન ખૂલ્યા પછી છ વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો
 • મુંબઈથી અમદાવાદમાં MD ડ્રગ્સ ઘૂસાડવાનું પ્રમાણ વધ્યું, કોલેજિયનો ટાર્ગેટ
 • કુલ 89 કેસ, કુલ 110 લોકોની ધરપકડ, સૌથી વધુ ગાંજાના 64 કેસો

છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી 4.53 કરોડનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, જેમાં સૌથી વધુ મેફેડ્રોન જપ્ત થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો છે. છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં છ વાર ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઈ છે. સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાંથી ઝડપાયો છે.

MD ડ્રગ્સની હેરાફેરી વધી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 સપ્ટેમ્બરે એક કરોડના એમડી ડ્રગ્સ સાથે એએસઆઈ સહિત પાંચને ઝડપ્યા હતા. વધુ તપાસમાં મુંબઈમાં બોલીવૂડના લોકો સહિત મહારાષ્ટ્રમાં એમડી ડ્રગ્સનો સપ્લાય કરનારો અફાક બાવા ઝડપાયો હતો. તેના સાથીદારો હજુ એમડીની હેરાફેરી કરતા હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુંબઈથી સુરત, અમદાવાદમાં એમડી ડ્રગ્સ ઘૂસાડવાનું પ્રમાણ વધ્યું છે તથા કોલેજિયનો ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટ પર હોય છે. 23 સપ્ટેમ્બરે ડીસીબીએ સુરતમાં એક જ દિવસમાં ત્રણ જગ્યાએથી કુલ 3 કરોડથી વધુનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું.

અમદાવાદ, સુરત, કચ્છમાંથી ડ્રગ્સનો સૌથી વધુ જથ્થો મળ્યો

 • 19 જુલાઈ : અમદાવાદના શાહઆલમમાંથી 34 લાખના એમડી ડ્રગ્સના 342 ગ્રામ જથ્થા સાથે મુંબઈની મહિલા સહિત ત્રણની ધરપકડ.
 • 9 જુલાઈ : ડીઆરઆઈએ સુરત, તાપીમાં ફાર્મા કંપનીમાં ટ્રેમાડોલ નામની ડ્રગ ટેબ્લેટ બનાવતા ત્રણને ઝડપ્યા. કુલ 1.33 કરોડની 15.2 લાખ ટેબ્લેટ જપ્ત કરી.
 • 10 ફેબ્રુઆરી : ગુજરાત એટીએસે મુંબઈમાં 1.50 કરોડની કિંમતના 1500 કિગ્રા હેરોઇન કેસમાં વોન્ટેડ મુનાફ હાલારીની ધરપકડ કરી.
 • 31 જાન્યુઆરી : કચ્છમાંથી એટીએસે 1.88 કરોડના 188 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપ્યો.
 • 13 ઓગસ્ટે : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે સિદ્ધપુરમાં 245 ગ્રામના એમડી ડ્રગ્સ સહિત 24.53 લાખના મુદ્દામાલ સાથે 4ને ઝડપ્યા.
 • 13 સપ્ટેમ્બર : અમદાવાદ ડીસીબીએ CTMમાંથી 1 કરોડના એમડી ડ્રગ્સ સાથે 5ની ધરપકડ કરી.
 • 21 સપ્ટેમ્બર : અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાંગોદરમાંથી 55 લાખની નશાકારક કફ સીરપ અને ટેબલેટના જથ્થા સાથે 11ની ધરપકડ કરી.

સ્પેશિયલ ડ્રાઇવ યોજી માત્ર એક મહિનામાં જ ડ્રગ્સ સાથે 79 લોકોની ધરપકડ કરાઈ
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચના હેઠળ રાજ્યમાં નશીલા પદાર્થોની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા 5 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2020 સુધી સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી, જેમાં રાજ્યનાં વિવિધ શહેરો-ગામોમાં કુલ 72 કેસો દાખલ કરીને 79 આરોપીની ધરપકડ કરાઈ હતી.

બાતમીદાર, કેસ કરનારને પ્રોત્સાહન ક્યારે?
રાજ્યમાં નશાખોરીની પ્રવૃતિને નેસ્તનાબૂદ કરવા માટે એનડીપીએસ એક્ટ હેઠળના કેસોમાં બાતમીદાર, આ કેસો અંગેની કાર્યવાહી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ ઇનામની યોજના સરકારમાં વિચારણા હેઠળ છે, જેનો અમલ થવાથી પોલીસ દળ તેમજ બાતમીદારોને વધુ પ્રોત્સાહન મળશે.

માદક પદાર્થોકેસઆરોપીમુદ્દામાલકિંમત
ગાંજો64741552.036 કિગ્રા1.17 કરોડ
અફીણ33374.575 કિગ્રા1.55 લાખ
ચરસ4912.733 કિગ્રા17.91 લાખ
નશીલી દવા51027730 બોટલ, 481 ટેબ્લેટ34.17 લાખ
મેફેડ્રોન771335.595 કિગ્રા2.41 કરોડ
એમ્ફેટામાઇન130.342 ગ્રામ34.23 લાખ
પોષડોડા44112.329 કિગ્રા3.44 લાખ
હેરોઇન103.008 કિગ્રા3.08 લાખ
કુલ891103360.690 કિગ્રા4.53 કરોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો