તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 45+ Spoiled To Save 18+, Swell In Many Centers Missing Vaccine; The Stock Is Down 20 Per Cent Against The Daily Requirement Of 30,000 Doses

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં વેક્સિનેશન:18+ને સાચવવા જતા 45+નું બગડ્યું, રસી ખૂટી પડતાં અનેક કેન્દ્રોમાં હોબાળો; રોજની 30 હજાર ડોઝની જરૂર સામે 20 ટકા સ્ટોક ઓછો આવે છે

અમદાવાદ​​​​​​​13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટાગોર હોલમાં રસી માટે ધસારો થયો હતો. પરંતુ સ્ટોક ખલાસ થઈ જતાં લોકોએ હંગામો કર્યો હતો. - Divya Bhaskar
ટાગોર હોલમાં રસી માટે ધસારો થયો હતો. પરંતુ સ્ટોક ખલાસ થઈ જતાં લોકોએ હંગામો કર્યો હતો.
  • ઘણાં કેન્દ્રો પર રવિવારે રજાનાં પાટિયાં લાગતાં લોકોને ધક્કો પડ્યો
  • ટાગોર હોલમાં રસી માટે ધસારો પણ સ્ટોક ખલાસ થતાં હંગામો

18થી 44 વર્ષની વયજૂથના લોકોને કોરોનાની રસી માટેનું અભિયાન શનિવારથી શરૂ થયું છે. આ વયજૂથની સંખ્યા વધારે હોવાથી 45થી વધુ વયજૂથના લોકોને અપૂરતા સ્ટોકને કારણે રસી ન મળતાં શહેરના અનેક કેન્દ્રો પર ભારે હોબાળો થયો હતો. બીજી તરફ અમદાવાદ શહેર માટે રોજના 30 હજાર રસીના ડોઝની જરૂર છે પરંતુ તેની સામે 20 ટકા સ્ટોક ઓછો અપાય છે. આ કારણે પણ રસી લેવા આવેલા લોકોએ કલાકો સુધી લાંબી લાઈનમાં ઊભા રહ્યા પછી ધક્કો ખાવાનો વારો આવ્યો છે.

કેટલાક રસી કેન્દ્ર પર રવિવારની રજા હોવાના પાટિયા માર્યા હતા
કેટલાક રસી કેન્દ્ર પર રવિવારની રજા હોવાના પાટિયા માર્યા હતા

કેટલાક રસી કેન્દ્રો પર તો રવિવારની રજા હોવાના પાટિયા મારી દેવાતા સેંકડો લોકોએ પાછા જવું પડ્યું હતું. આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું શનિવારે રાત્રે 10.30 પછી ઇમેઇલ અને મેસેજ મારફતે જાણ કરાઈ હતી કે રવિવારે રસીકેન્દ્રો બંધ રહેશે. આમ લોકોની મુશ્કેલી વધી હતી. પહેલા અમદાવાદ જેવા મોટા શહેરોમાં પાંચ દિવસનો વેક્સિનો જથ્થો મોકલાવાતો હતો, પરંતુ હવે દરરોજ પ્રમાણે વેક્સિનનો જથ્થો મોકલવામાં આવે છે. આ કારણે સેન્ટર ઉપર વેક્સિનનો જથ્થો પહોંચવામાં એક-બે કલાકનો સમય લાગી શકે છે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન છતાં વેક્સિન લેવામાં મુશ્કેલી યથાવત્
અભિયાનના બીજા દિવસે 18થી 44ની વયજૂથના માત્ર 7074 લોકોએ જ વેક્સિન લીધી હતી. પહેલા દિવસે આ વય જૂથના 13,289 લોકોએ વેક્સિન લીધી હતી. નોંધનીય છે કે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ પણ વેક્સિન લેવા આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે. રવિવારે શહેરમાં તમામ ઉંમરના 17474 લોકોએ કોરોના વિરોધી વેક્સિન લીધી હતી જેમાં 10520 પુરૂષ અને 6954 સ્ત્રીઓનો સમાવેશ થયો હતો.

વાલીઓને રસીના ફાયદા સમજાવવાનું કામ મ્યુનિ. શિક્ષકોને સોંપાયું
વધુ સંખ્યામાં વાલીઓ કોરોનાની રસી લે તે માટે મ્યુનિ. સ્કૂલોના શિક્ષકો પોતાના વાલીઓને સમજાવે તે માટેની મૌખિક સૂચના અપાઇ છે. શિક્ષકોને વાલીઓને ફોન કરીને રસીના ફાયદા અને રસી કઇ રીતે લઇ શકાય તેની માહિતી આપવા જણાવ્યું છે. એક શિક્ષકે કહ્યું, રસી લેનારાઓને સ્થળ શોધવા સહિતની મદદ કરવા સૂચના અપાઈ છે.

38નો યુવક 56 વર્ષનો હોવાનું કહી રસી ન અપાઈ
આધારકાર્ડ પ્રમાણે મારું જન્મનું વર્ષ 1983 છે, જ્યારે હું વેક્સિન લેવા ગયો ત્યારે સિસ્ટમમાં મારા જન્મનું વર્ષ 1965 બતાવતું હતું. જેથી મને વેક્સિન ન અપાઈ. મેં તેમને મારું આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વોટર આઈડી પણ બતાવ્યું છતાં વેક્સિન સેન્ટરનાં લોકોએ મારી વાત ના માની અને મને હું 38 વર્ષનો હોવા છતા મને 56 વર્ષનો ઠરાવીને વેક્સિન ના આપી. - કૃણાલ રાજપરા

​​​​​​​ઘોડાસરના રહીશે રસી માટે વેજલપુર જવું પડશે
બે દિવસ અગાઉ ઓનલાઇન રજિસ્ટ્રેશન દ્વારા ઘોડાસર ખાતે રસીકરણનો સ્લોટ બૂક કરાવ્યો હતો પરંતુ સ્લોટ કેન્સલ થતા ફરી રજિસ્ટ્રેશન કરાવવાનો વારો આવ્યો છે. આ વખતે રજિસ્ટ્રેશન નજીકના સેન્ટરમાં ફૂલ બતાવતા હતા. ફક્ત વેજલપુર સેન્ટરનો સ્લોટ ખાલી દેખાતો હતો. તેથી વેજલપુર સેન્ટરના સ્લોટમાં વેક્સિનેશનનું બૂકિંગ કરાવી દીધું. આજે રસી લેવા ફાઇનલી જઇશું. - નૂતન પંચાલ

રસી લેવા નીકળ્યા અને સ્લોટ રદ થયાનો મેસેજ
બે દિવસ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને અમને ઘોડાસર ગામની શાળા નં-2માં સવારે 11 વાગ્યાનો ટાઇમ સ્લોટ મળ્યો હતો. પરંતુ સવારે વેક્સિન લેવા જવાના સમયે મેસેજ મળ્યો કે તમારો સ્લોટ રદ થયો છે. શાળા પાસે રહેતા સબંધીને પણ પૂછપરછ માટે મોકલ્યા હતા પરંતુ તેઓએ જણાવ્યું કે આ સ્લોટ રદ કરી દેવામાં આવ્યો હતો. હવે બીજો સ્લોટ બૂક કરાવ્યો છે જેથી ઘર પાસેનું કેન્દ્ર મળી શકે. - વંદના પંચાલ

એપમાં બતાવેલું રસી કેન્દ્ર ક્યાંય હતું જ નહીં
કોવિન એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લેવાની પ્રોસેસ કરી તો ગામડી ગામમાં સબ સેન્ટરમાં રસી મુકવા માટેનું એડ્રેસ આવ્યું અને ત્યાં પહોંચ્યો તો ગામડી ગામમાં વેક્સિનનું કોઈ સેન્ટર હતું જ નહીં. જેથી ત્યાં મને ધક્કો પડ્યો. ત્યારબાદ એક મિત્રની સલાહથી જેતલપુર ગયો અને ત્યાં ઓન ધ સ્પોટ કોવિનમાં રજિસ્ટ્રેશન કરાવીને ત્યાં રસી આપવામાં આવી. - અજીતસિંહ સોલકી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો