પેસેન્જર્સનો અભાવ:અમદાવાદ આવતી-જતી 90માંથી 45 ફ્લાઇટ રદ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા દિવસે 40 ટકા ફ્લાઇટનું સંચાલન થયું હતું

અમદાવાદ સહિત દેશભરમાં 25 મેથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન શરૂ કરાયું છે. મંગળવારે બીજા દિવસે અમદાવાદ એરપોર્ટથી શિડ્યુલ્ડ 90 જેટલી ફ્લાઇટમાંથી 50 ટકા જેટલી ફ્લાઈટોનું સંચાલન કરાયું હતું, જ્યારે બાકીની કેન્સલ કરવામાં આવી હતી.
એર એશિયાની 4, ઇન્ડિગોની 10, એર ઈન્ડિયાની 2, વિસ્તારાની 2 અને ગોએરની તમામ ફ્લાઇટ રદ
એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ લોકડાઉનને પગલે અમદાવાદ સહિત અનેક શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા હતા. જો કે 25 મેથી 30 જૂન સુધી પસંદગીના રૂટ પર ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત બાદ લોકડાઉનમાં ફસાયેલા લોકો સહિત અન્ય કેટલાક લોકોએ પણ બુકિંગ શરૂ કરાવ્યું હતું. જો કે અનેક રાજ્યોમાં હજુ 30 જૂન સુધી લોકડાઉનમાં કોઈ છુટ અપાઈ નહીં હોવાની સાથે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ હજુ સુધી ફ્લાઈટોના સંચાલનને મંજૂરી આપી નથી. જ્યારે કેટલાક રાજ્યોએ અન્ય રાજ્યમાંથી આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટીન કરવાની જાહેરાત કરી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો હજુ પણ પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. જેના પગલે ફ્લાઈટમાં પુરતા પેસેન્જરો મળતા નથી. 
પુરતા પેસેન્જર ન હોવાથી ફ્લાઈટ રદ કરી
આ પરિસ્થિતિમાં ગોએર દ્વારા જૂનના પ્રથમ સપ્તાહમાં ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અનેક ફ્લાઈટમાં પુરતા પેસેન્જર ન હોવાથી છેલ્લી ઘડીએ રદ કરી પેસેન્જરોને એજ રૂટની અન્ય ફ્લાઈટમાં મોકલવામાં આવી રહ્યા છે. મંગળવારે અમદાવાદથી ઇન્ડિગોની 10, એર ઇન્ડિયાની 2, વિસ્તારાની 2, એર એશિયાની 4 સહિત અન્ય ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલા દિવસે અમદાવાદથી 40 ટકાથી વધુ ફ્લાઈટોનું સંચાલન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...