તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:અમદાવાદ સિવિલ મેડિસિટીના વિવિધ રસીકરણ કેન્દ્રમાં બુધવારે 449 લોકોએ કોરોનાની રસી લીધી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • 34 હેલ્થકેર વર્કરોને પ્રથમ ડોઝ જ્યારે 80 હેલ્થકેર વર્કરોને દ્વિતીય ડોઝ આપવામાં આવ્યો

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણ કામગીરી સુપેરે ચાલી રહી છે. આજે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલના 34 હેલ્થકેર વર્કરોને પ્રથમ ડોઝ જ્યારે 80 હેલ્થકેર વર્કરોને દ્વિતીય ડોઝ એમ કુલ 114 હેલ્થકેર વર્કરોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યુ હતુ. જયારે કોમોર્બિડીટી ધરાવતા 27 વ્યક્તિઓ અને 47 વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી હતી.

સિવિલ કેમ્પસમાં બુધવારે આટલા લોકોએ રસી લીધી
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચમાં આજે 94 લોકોને રસી આપવામાં આવી. જેમાં 51 હેલ્થકેર વર્કરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 45 થી 60 વર્ષની વચ્ચેની વય અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 14 લોકોને રસી આપવામાં આવી. જ્યારે 60થી વધુ વય ધરાવતા 27 વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી.જ્યારે કિડની રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે 155 લોકોને રસી અપાઈ. જેમાંથી 18 સિનિયર સિટીઝનો, અને 45 થી વધુ વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 136 લોકોs કોરોના રસીકરણ કરાવીને સલામતીનો સંદેશ આપ્યો હતો. ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતેના કોરોના રસીકરણ કેન્દ્રમાં 12 વ્યક્તિઓએ કોરોના રસીકરણ કરાવ્યું હતુ.

1 એપ્રિલથી 45થી 59 વર્ષની વ્યક્તિઓને કોવિડની રસી અપાશે
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ આગામી 1 એપ્રિલ 2021થી રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોવિડની રસી અપાશે. ડૉ. રવીએ ઉમેર્યુ કે, 45 વર્ષથી વધુ ઉમરના જેને કોઇ બિમારી હોય કે ના હોય તેવા તમામ વ્યક્તિઓને કોવિડ-19ની રસી આપવામાં આવશે. તા. 1 એપ્રિલ 2021ના રોજ થી 45થી 59 વર્ષના વ્યક્તિઓને અન્ય બિમારી માટેનું ડોક્ટરના પ્રમાણપત્રની જરૂરીયાત રહેશે નહીં.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 34 લાખ 94 હજાર 277 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 9 હજાર 464 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 41 લાખ 3 હજાર 741નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 14 હજાર 172 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો