અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા બેરોજગારો અને 2 વર્ષમાં અપાયેલી રોજગારી અંગે વિધાનસભા સત્રમાં પ્રશ્ન પુછાયો હતો. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નમાં શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2022ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં શિક્ષિત બેકારોની સંખ્યા 4030 છે જ્યારે 397 અર્ધશિક્ષિત બેરોજગાર મળી કુલ 4472 બેરોજગાર છે. બીજી તરફ વર્ષ 2021માં 3704 અને વર્ષ 2022માં 5616 બેરોજગારોને રોજગાર અપાયો છે.
બેરોજગારોને રોજગાર મળી રહે તે માટે વિભાગે લીધેલાં પગલાં અંગે માહિતી આપતાં કહ્યું હતું કે વિભાગે 261 ભરતીમેળા યોજ્યા હતા. સાથે જ લશ્કરી-અર્ધલશ્કરી દળોમાં ભરતી પહેલાંની તાલીમ યોજના હેઠળ 8 વર્ગ યોજીને 235 ઉમેદવારને તાલીમ અપાઈ હતી. ઉપરાંત, વ્યવસાય માર્ગદર્શનના 449 સેમિનાર યોજવામાં આવ્યા હતા. આમ અમદાવાદ જિલ્લામાં કુલ 4,427 બેરોજગાર છે.
જિલ્લાનાં 78 યુગલને દિવ્યાંગ લગ્ન યોજ્યા પેટે રૂ. 3.90 લાખની સહાય
અમદાવાદ જિલ્લામાં 1 જાન્યુઆરી, 2022થી 31 ડિસેમ્બર, 2022 સુધીમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને 102 અરજી મળી હતી. તે પૈકીની 78 અરજી મંજૂર કરાઈ હતી. મંજૂર કરાયેલી અરજી પેટે કુલ રૂ. 3.90 લાખની સહાય ચૂકવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.